HomeSpotlightMothers Day Mothers Day

માતૃત્વ પછી ફિગર જાળવો

nazafવીસથી ત્રીસ વર્ષની ઉમરે ઘણુંખરું યુવતીઓ સગર્ભા બનતી હોય છે. સગર્ભાવસ્થા દરમિયાન મોટા ભાગે પીઠનો દુખાવો, કમરનો દુખાવો દરેક યુવતીને થાય છે. કમરનો દુખાવો ઓછો થાય એ માટે એબ્ડોમિનલ સ્ટ્રેન્થનિંગ, બેકસેન્સર કસરતો અને પોશ્ચર કરેકશનની ખાસ જરૂર છે.

વળી, કામ કરવાની પદ્ધતિમાં ફેરફાર કરવાથી પણ કમર અને પીઠના દુખાવામાં રાહત રહે છે. આ સમયગાળા દરમિયાન થાપાનો, પેડૂના સ્નાયુઓનો દુખાવો થાય છે અને ક્યારેક નબળાઇ અનુભવાય છે. આ દુખાવો દૂર કરવા તથા નબળાઇ ઓછી લાગે એ માટે ખાસ કસરત કરવાની જરૂર હોય છે. જે ફિઝિયો થેરાપિસ્ટના જણાવ્યા પ્રમાણે કરવી વધારે હિતાવહ રહે છે.

પેલ્વિક ફલોર મસલ્સની કસરતોથી યુવતીઓને અચાનક યુરિન છૂટી જતું હોય તેને અટકાવવામાં મદદ મળે છે. સામાન્ય રીતે સગર્ભાવસ્થા દરમિયાન અગિયાર-બાર કિલોથી વધારે વજન હોય છે. જેને કારણે દુખાવામાં વધારો થાય છે. તેમજ પ્રસૂતિ પછી પણ આ દુખાવો થયા જ કરે છે. એવા વખતે ખોરાકનું ઘ્યાન રાખવાની સાથે બ્રિધિંગ એકસરસાઇઝ કરવી જોઇએ.

પ્રાણાયામ, ડાયેટ, બ્રિધિંગ એકસરસાઇઝ પ્રેગ્નન્સી પછી પોસ્ટનેટલ ફિઝિયોથેરાપી છે. વજન ઉતારવા, પહેલાંનું ફિગર પાછું મેળવવા, શરીરનો બાંધો સુધારવા એકસરસાઇઝ કરવી અત્યંત જરૂરી છે.

>>>જીજ્ઞાની જિજ્ઞાસા

jigna.jpgપ્રસૂતાને તો બાળક અવતરે ત્યારે એક વખત પીડા સહન કરવી પડે છે. જયારે વંઘ્યાને તો બાળક ન હોવાના મહેણાં પળે પળે સાંભળવા પડે છે. એ પીડા મેં સત્તર વર્ષ સુધી સહન કરી છે. અમે જોઇન્ટ ફેમીલીમાં રહેતાં. ત્રણ ભાઇઓમાં સૌથી નાનાં. મોટાં બંને જેઠાણીને ત્યાં બાળકો હતો. મારી નાની જેઠાણી જાણે મારું દુ:ખ સમજતી હોય એમ એમની દીકરીને મારે હવાલે કરી દેતી.

હું એમના બાળકોમાં મારા બાળકોને જોતી છતાં મન મા બનવા તલપાપડ થઇ જતું. મનોમન વિચારી ઊઠતી કે, શું આ મારી મા બનવાની જિજ્ઞાસા કયારેય પૂરી નહીં થાય? મા બનવા મેં બે મોટી સર્જરી કરાવી. દર વખતે એક નવી આશા સાથે દવાખાનાનાં પગથિયાં ચડતી કે, ‘હવે તો મારે કૂખે બાળક અવતરશે જ. પરંતુ જયારે નિરાશા સાપડે ત્યારે ભાંગી પડતી. હતાશ થઇ જતી.

એક વખત શુભચિંતકે મને સરોગેટ મધર માટે જાણીતાં ડો નયનાબહેનને મળવા કહ્યું. તેમની મદદથી મારી એ ઈચ્છા પૂરી થઇ. જયારે મેં મારા દીકરાને હાથમાં લીધો અમારી સાથે ઘરના સભ્યોના ચહેરા પણ ખુશીથી ખીલી રહ્યાં હતાં. આજે તો મારો દીકરો છ વરસનો છે. હા, પરંતુ ધીરજ અને આશા કયારેય ન ગુમાવવાં જોઇએ.- જીજ્ઞા મહેતા, બેંગલૂરુ (લેખમાં વ્યકિતનું નામ બદલ્યું છે)