HomeSpotlightMothers Day Mothers Day

ગર્ભસ્થ શિશુ સાથે સંવાદ

child.jpgજયારે ગર્ભમાં બાળક હોય ત્યારે માતા જે વિચારે તે પ્રમાણે બાળક આકાર લે છે. વિસ્તારથી કહું તો જો માતા હકારાત્મક વિચારો કરે અને ખુશ રહે તો તેના બાળકમાં ગર્ભથી જ તેવા સંસ્કારો આવે છે. સ્ત્રી આ દરમિયાન જે કાંઇ વાંચે અથવા જે વસ્તુની ઝંખના કરે કે પછી તેનો જે ખોરાક હોય તે દરેકની અસર તેના બાળક પર ચોક્કસ થતી જોવા મળે છે.

વળી સ્ત્રીને પ્રથમ તબક્કામાં એટલે કે પહેલા ત્રણ મહિનામાં ક્યારેક કારણ વગર રડવું આવે, મન ઉદાસ થાય વગેરે જેવા લક્ષણો દેખાય તેવા સમયે તેના પરિવારજનોએ તેને સપોર્ટ આપવો જોઇએ. જયારે સ્ત્રી એકલી હોય ત્યારે તેણે ગર્ભસ્થ શિશુ સાથે સંવાદ કરવો જોઇએ.

>>>કુદરતની અકળ કરામત

મારી પ્રથમ ડિલીવરી હોવાથી રેગ્યુલર ચેક-અપમાં છ મહિના સુધી બધા રિપોર્ટ નોર્મલ હતા. પગે સોજા આવતાં અમને લાગ્યું કે આવું તો થાય. મને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી અને હું પડખું ફરીને સુઇ પણ શકતી નહોતી. ત્યારે મારા ડોક્ટર શહેરમાં ન હોવાથી નણંદના ડોક્ટર પાસે ગયા. ત્યાં મારું બી. પી. ખૂબ હાઇ નીકળ્યું.

મને હોસ્પિટલમાં એડમિટ કરી અને ઓપરેશનની તૈયારી કરી. મારા ગર્ભસ્થ શિશુને ડેમેજ થયું હોવાની તેમને શંકા હતી. એવામાં હોસ્પિટલમાં અચાનક આગ લાગી. આઇસીયુની કાચની બારી તોડી ફાયરબ્રિગેડવાળાએ મને નીચે ઉતારી, એમ્બ્યુલન્સમાં બીજી હોસ્પિટલમાં પહોંચાડી. ત્યાં ડોકટર્સની ટીમ તૈયાર હતી, પણ કેસ કોઇ હાથમાં લેવા તૈયાર નહોતું. ત્યારે મારા ડોક્ટર આવ્યા અને ઓપરેશનની તૈયારી દરમિયાન મને માઇનોર એટેક આવ્યો.

આવી સ્થિતિમાં મા-દીકરામાંથી એકની જિંદગી બચી શકે તેમ હતી. ડોક્ટરે આઠ મહિને બાળકને ઓપરેશનથી લઇ લીધું. બાળક પ્રિમેચ્યોર હોવાથી વેન્ટિલેટર પર મૂકી દીધું અને લગભગ નહીં જીવે તેમ કહી દીધું જેથી અમે તે માટે તૈયાર રહીએ. ચાર દિવસ પછી બાળકમાં દવા અને દુઆ બંનેની અસર વર્તાઇ અને તે જીવી ગયું. એ બાબો અત્યારે પોણા બે વર્ષનો છે. -જૈમીની દેસાઈ, અમદાવાદ(લેખમાં વ્યક્તિનું નામ બદલ્યું છે)