HomeSpotlightMothers Day Mothers Day

ગર્ભમાં ખીલતી કળીને ખીલવા દો તો સારું

સ્ત્રીગર્ભવતી થાય ત્યારથી માંડીને સંતાન ૧૦ વર્ષનું થાય ત્યાં સુધી બંનેનું ઘ્યાન રાખવું અત્યંત જરૂરી છે.

ગર્ભવતી સ્ત્રીની કાળજી

baby.jpgસૌપ્રથમ તો સ્ત્રી ગર્ભ ધારણ કરે તે પહેલાં તેને રુબેલા, હિપેટાઈટિસની રસી આપવી જરૂરી છે, જેથી સ્વસ્થ ગર્ભ ધારણ કરી શકાય. યાદ રાખો કે ગર્ભ રહ્યા પછી રુબેલાની રસી આપી શકાતી નથી. આ રસી મુકાવવી એટલે જરૂરી છે કે ગર્ભ રહ્યા પછી પ્રથમ તબક્કામાં એટલે કે પ્રથમ ત્રણ મહિના દરમિયાન કોઈ સમસ્યા થાય તો બાળક ખોડખાંપણવાળું આવતું હોય છે, જેની સંભાવના ઘટી જાય છે. બીજું કે હવે તો એવા સોનોગ્રાફી મશીનો નીકળ્યા છે જેનાથી બાળકનો વિકાસ, કેટલીક શારીરિક ખોડખાંપણ વગેરે જોઈ શકાય છે એટલે નિયમિત સમયાંતરે ચેકઅપ કરાવતાં રહેવું જરૂરી છે.

જન્મ પછી તરત કાળજી

શિશુના જન્મ પછીના પ્રથમ સપ્તાહમાં બે વાર બાળકોના ડોક્ટર પાસે તપાસ કરાવવી આવશ્યક છે. નવજાતને હૂંફાળું રાખવું, વધુ પડતી ગરમી કે ઠંડી સામે રક્ષણ આપવું, સ્વરછતા રાખવી, માતાનું ધાવણ તુરંત જ ચાલુ કરી દેવું. જન્મ પછી ગળથૂથી કે મધ વિગેરે આપવાથી બાળકને અંતરાશ જઇને છાતીમાં ચેપ લાગે છે. વધુ પડતા ઓછા વજનવાળા, પ્રિમેરયોર બાળકોને નીઓનેટલ ઇન્ટેન્સીવ કેર યુનિટ (ટકઈળ)માં રાખવા પડે છે.

બાળકનો ખોરાક

બાળકના જન્મ પછી ઓછામાં ઓછા છ માસ લઈને બે વર્ષ સુધી માતાનું દૂધ આપવું જોઇઐ. ત્યાર પછી તેને શકિત મળે અને વિકાસ થાય તેવો ખોરાક આપવો જોઇએ. જેમ કે ખીચડી, બાફેલા બટાકા, શક્કરિયા, દાળ, કેળાં જેવી વસ્તુઓ ખવડાવવી. બાળક રમતું થાય એટલે અનાજ, કઠોળ, દૂધની બનાવટો, શાકભાજી, ફળો તથા ઘી-માખણનો સંતુલિત આહાર આપવો.

બાળકમાં બીમારી

આવાં કેટલાંક લક્ષણોમાં ડોક્ટરની સલાહ લેવી જેમ કે તેને સતત ઝાડા-ઊલટી થાય, તાણ આવે, ૧૦૨ ડિગ્રીથી વધુ તાવ રહે, શ્વાસ લેવામાં તકલીફ પડે, પેટ ફૂલી જાય, બાળક ભૂરું પડી જાય, ફીકું થઇ જાય વગેરે.

આધુનિક જીવનશૈલી

આજે લોકો જંક ફૂડ વધુ ખાય છે જેથી ૩થી ૧૦ વર્ષની છોકરીઓમાં મેદસ્વીતા જોવા મળે છે. નાનપણમાં દીકરી ‘ચબી ચિકસ’ દેખાય તો તેને જોઇને માતાપિતા ખુશ થતા હોય છે, પણ દીકરી થોડી મોટી થતાં જ તેની સ્થૂળતા માતાપિતાની ચિંતાનો વિષય બને છે. મેડિકલ રિસર્ચ પ્રમાણે મોટી ઉમરે થતા રોગો જેવા કે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ડિપ્રેશન, હાર્ટ એટેક વગેરેનું મૂળ બાળપણમાં જ હોય છે. તેથી નાનપણથી જ બાળક સ્થૂળ ન બને તે માટે માતાપિતાએ જ જાગૃત થવું રહ્યું.

બાળકીની કાળજી

ભોજનથી લઈને ઊઘ, રમત, શોખ, મનોરંજન, વ્યાયામ જેવી બાબતે દીકરા જેટલું જ દીકરીનું પણ ઘ્યાન રાખવું જોઇએ જેથી તેના લગ્નથી માતા બનતા સુધી તેને શારીરિક સમસ્યાનો સામનો ન કરવો પડે.

તમારા પ્રેમના સિંચનથી તે વધારે ખીલશે

જો માતાપિતા દીકરીના વિકાસનો આનંદ અનુભવશે તો પુત્રીનો તે તબક્કો તેને માટે યાદગાર બની રહેશે અને તે જીવનભર તેમની મિત્ર બની રહેશે. યાદ રાખો કે દીકરીના યોગ્ય ઉછેરમાં માતાપિતા બંનેનો ફાળો અત્યંત મહત્ત્વનો છે એટલે દીકરીને બેમાંથી એકેયની કમી સાલવી ન જોઈએ.