HomeSpotlightIndian Premier League Indian Premier League

પીટરસન-ફિ્લન્ટોફ ૭.૫૪ કરોડમાં વેચાયા

flintoff_pietersen_IPL_dhoni_costlyબેંગ્લોર રોયલ ટીમમાં કેપ્ટન તરીકે રાહુલને બદલે પીટરસનની પસંદગી

ફિ્લન્ટોફ ચેન્નાઇ માટે, પીટરસન બેંગલોર માટે રમશે, ધોનીના છ કરોડની કિંમત વામણી પુરવાર થઇ

ઇંગ્લેન્ડના સ્ટાર ક્રિકેટર કેવિન પીટરસન અને એન્ડ્ર્યુ ફિ્લન્ટોફ આજે વિશ્વના સૌથી મોંઘા ક્રિકેટર બની ગયા હતા. ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઇપીએલ)ના બીજા ચરણ માટે અહીં યોજાયેલી હરાજીમાં આ બંને ખેલાડી ૧.૫૫ મિલિયન ડોલર (અંદાજે ૭.૫૪ કરાડો રૂપિયા)માં ખરીદાયા હતા. ગયા વર્ષે આઇપીએલના પ્રથમ ચરણમાં ભારતીય સુકાની મહેન્દ્રસિંહ ધોની છ કરોડમાં ખરીદાયો હતો અને જેની સામે આજે ઇંગ્લેન્ડના બંને ક્રિકેટરોએ ધોનીને ઘણો પાછળ રાખી દીધો હતો.

ચેન્નાઇ સુપર કિંગ્સે ફિ્લન્ટોફને ૭.૫૪ કરોડ રૂપિયામાં ખરીદી લીધો હતો તો એટલી જ કિંમતે કેવિન પીટરસનને વિજય માલ્યા હસ્તકના બેંગલોર રોયલ ચેલેન્જરે ખરીધો હતો. ફિ્લન્ટોફ અને પીટરસન ઉપરાંત ઓસ્ટ્રેલિયાનો શૌન ટેટ અને દક્ષિણ આફ્રિકાનો ઓલરાઉન્ડર જી. પી. ડયુમિની પણ પુલ‘એ’માં હતા. ડયુમિનીને મુકેશ અંબાણીની મુંબઇ ઇન્ડિયન્સ ફ્રેન્ચાઇઝીએ ૪.૬૨ કરોડ(૯૫૦ હજાર ડોલર)માં ખરીદી લીધો હતો તો શૌન ટેટને લલિત મોદીની રાજસ્થાન રોયલ્સની ટીમ માટે ૧.૮૨ કરોડની કિંમતે ખરીદાયો હતો.

આઇપીએલના બીજા ચરણ માટે આજે અહીં હરાજી બોલાઇ હતી. જેમાં પીટરસન અને ફિ્લન્ટોફ છવાઇ ગયા હતા. આ બંનેને તેમની મૂળ કિંમત અંકાઇ હતી તેના કરતાં પણ વધારે (પ્રીમિયમથી) ખરીદી લેવાયા હતા. આજની હરાજીમાં પ્રીટિ ઝિંટા, શિલ્પા શેટ્ટી અને જૂહી ચાવલા જેવી બોલિવૂડની અભિનેત્રીઓએ હાજર રહીને આકર્ષણ જગાવ્યું હતું.બેંગલોર રોયલ ચેલેન્જરે તેની કુલ રકમ (૧.૯૫ મિલિયન અમેરિકન ડોલર-સાડા નવ કરોડ રૂપિયા)માંથી મોટા ભાગનો હિસ્સો (૭.૫૪ કરોડ રૂપિયા) માત્ર પીટરસન પાછળ ફાળવ્યા હતા.

ફિ્લન્ટોફ માટે પણ મોટી બોલી બોલાય તેવી અપેક્ષા રખાતી હતી અને ચેન્નાઇ સુપર કિંગ્સે તેને ૭.૫૪ કરોડ રૂપિયાની કિંમતે ખરીદી લીધો હતો. આમ આઇપીએલની એપ્રિલમાં રમાનારી ટ્વેન્ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ધોની અને ફિ્લન્ટોફ એક જ ટીમમાંથી રમશે.

જોકે ઇંગ્લેન્ડના અન્ય ક્રિકેટરોની માફક ફિ્લન્ટોફ અને પીટરસન માત્ર ૨૧ દિવસ માટે જ આઇપીએલમાં રમવા માટે ઉપલબ્ધ રહેશે પણ તેમના કરાર બે વર્ષ માટે થયેલા છે.આઇપીએલની તમામ આઠ ફ્રેન્ચાઇઝીએ આજે હરાજીમાં ભાગ લીધો હતો. જેમં દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન જિન-પોલ ડયુમિની, બાંગ્લાદેશના મશરફે મોર્તઝા અને દક્ષિણ આફ્રિકાના નવોદિત ઓલરાઉન્ડર ટાયરન હેન્ડરસને આશ્ચર્યજનક રીતે બાજી મારી લીધી હતી. ડયુમિનીને ૪.૬૨ કરોડમાં મુંબઇ ઇન્ડિયન્સે ખરીધો હતો અને મોર્તઝાને શાહરુખ ખાનની કોલકાતા નાઇટ રાઇડર્સે ૨.૯૨ કરોડમાં ખરીદી લીધો હતો. હેન્ડરસનને રાજસ્થાન રોયલ્સે ૩.૧૬ કરોડની કિંમતે ખરીધો હતો. મોર્તઝા અને ડયુમિનીને તેમની નક્કી કરાયેલી કિંમત કરતાં વધારે રકમથી ખરીદી લેવાતાં આશ્ચર્ય સર્જાયું હતું.

હાલમાં ટેસ્ટ અને વન-ડેમાં હારી રહેલી ઓસ્ટ્રેલિયન ટીમ આ વખતે આઇપીએલમાં ખાસ પ્રભાવ દાખવી શકી ન હતી. તેના જાણીતા ક્રિકેટરો સ્ટુઅર્ટ કલાર્ક, બ્રેડ હેડિન અને એશ્લે નોફકે માટે કોઇએ બોલી લગાવી ન હતી.

અન્ય ખેલાડીઓમાં વેસ્ટ ઇન્ડીઝના ફિડેલ એડવર્ડ્સ(૭૩ લાખ, ડેક્કન ચાર્જર્સ), ઇંગ્લેન્ડના ઓવૈશ શાહ અને પૌલ કોલિંગવૂડ(બંને ૧૩૩ કરોડ, દિલ્હી ડેર ડેવિલ્સ)નો સમાવેશ થતો હતો. ઇંગ્લેન્ડના રવિ બોપારાને ૨.૨૦ કરોડમાં પ્રીટિ ઝિન્ટાની પંજાબની ટીમે ખરીધો હતો.

હરાજીને અંતે આઇપીએલના કમિશનર લલિત મોદીએ જણાવ્યું હતું કે સૌથી મોટું આશ્ચય બાંગ્લાદેશના મોર્તજાએ સજર્યું છે પણ બાંગ્લાદેશના ખેલાડીની કદર થતાં અમને આનંદ છે. તે ખરેખર પ્રતિભાશાળી ક્રિકેટર છે.

IPL -09 ૪૯ ખેલાડીઓની આજે હરાજી થઇ હતી. જેમાં ઇંગ્લેન્ડના પાંચ, વેસ્ટ ઇન્ડીઝના ત્રણ, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશના બે-બે તથા શ્રીલંકાના એક ખેલાડીનો સમાવેશ થતો હતો.

હરાજી પૂર્ણ થઇ ગઇ છે અને ફ્રેન્ચાઇઝી પાસે વણવપરાયેલી રકમના નામે શૂન્ય છે. જોકે કેટલીક ટીમો ખેલાડીઓને અદલાબદલી કરી શકે તેમ છે અને તેમાં કોલકાતા, રાજસ્થાન રોયલ્સ, બેંગલોર તથા ડેક્કન ચાર્જર્સનો સમાવેશ થાય છે તેમ લલિત મોદીએ જણાવ્યું હતું.

તેઓ હવે ૧૧૫માંથી ખરીદાઇ ગયેલા ૧૭ ખેલાડીઓને બાદ કરતાં બચેલા ખેલાડીઓમાંથી ખરીદી કરી શકે તેમ છે. બેંગલોર રોયલ ચેલેન્જરના માલિક વિજય માલ્યાએ જણાવ્યું હતું કે કેવિન પીટરસનને ખરીદવા હું આતુર હતો. હરાજી અગાઉ અમે યાદી તૈયાર કરી હતી અને તેમાં પીટરસન મોખરે હતો.

નહીં ખરીદાયેલા ખેલાડીઓ

સ્ટુઅર્ટ કલાર્ક, બ્રેડ હેડિન, ચમારા કાપુગેડેરા, સ્મિત પટેલ, સાકીબૂલ હસન, સ્ટિફન સ્મિથ, મોહમ્મદ અશરફુલ, ડેરેન પોવેલ, એશ્વેલ પ્રિન્સ, ફિલ જેકસ, આન્દ્રે નેલ, લુક રાઇટ, નુવાન કુલશેખરા, ડેનિયલ હેરિસ.