
Spotlight
Indian Premier League Indian Premier League
ભારતીય ક્રિકેટ બોર્ડની ધનિક આઈપીએલે વિશ્વના લોકોનુ ધ્યાન ખેંચ્યુ છે. તેટલુ જ નહી તેને ધાર્યા કરતા પણ કદાચ વધારે સફળતા મળી છે.
પરંતુ હવે આઈપીએલે મેનેજમેન્ટના નિષ્ણાતોનુ ધ્યાન પણ પોતાની તરફ ખેંચ્યુ છે.બીસીસીઆઈ પ્રમુખ શરદ પવારે ગઈ કાલે માહિતી આપતા જણાવ્યુ હતુ કે આઈપીએલને મળેલી ભવ્ય સફળતાથી આશ્ચર્ય ચકિત થયેલા હાવર્ડ યુનિવર્સિટીના કેટલાક શિક્ષકોએ તેનુ અધ્યયન કરવાનો નિર્ણય લીધો છે.
પવારે આ બાબતે વધુમાં જણાવ્યુ હતુ કે હાવર્ડના શિક્ષા શાસ્ત્રી આઈપીએલની સફળતાના કારણોનુ અધ્યયન કરવા માંગે છે અને તેઓએ તેમનો સંપર્ક કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પવારે દાવો કરતા કહ્યું હતુ કે છેલ્લા ત્રણ મહિનાથી આઈપીએલ ક્રિકેટ પ્રેમીઓની દિનચર્યાનો એક ભાગ બની ગઈ હતી. હવે જ્યારે આઈપીએલ શ્રેણી સમાપ્ત થઈ ગઈ છે ત્યારે લોકો તેમને એસએમએસ કરીને પૂછી રહ્યા છે કે તેઓ હવે તેમની સાંજ કઈ રીતે વિતાવશે.
ઉલ્લેખનીય છે કે આઈપીએલની ટીમ કોલકત્તા નાઈટ રાઈડર્સ ટીમના માલિક શાહરૂખ ખાને પણ કબૂલ્યુ હતુ કે તેના ઈનામી શો ક્યાં આપ પાંચવી પાસ સે તેજ હો ને સફળતા ન મળવાનુ એક કારણ આઈપીએલ છે.
આ ઉપરાંત બોલિવુડને પણ આઈપીએલને કારણે અસર પહોંચી હતી. આઈપીએલને કારણે કેટલીક ફિલ્મોનુ પ્રદર્શન અટકાવી દેવમાં આવ્યુ હતું અને જે ફિલ્મો પ્રદર્શિત થઈ હતી તેમને આઈપીએલને કારણે નુકશાની ભોગવવી પડી હતી.