
Spotlight
Indian Premier League Indian Premier League ભારતીય પ્રીમિયર લિગની ટી-20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સતત ઉઠી રહેલા વિવાદોથી પરેશાન કમિશ્નર લલિત મોદી પણ વિવાદના વમણમાં ફસાયા છે. મોદી પર સાર્વજનિક સ્થળ પર ધુ્મ્રપાન કરવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. મોહાલી એસએસપી ણબીર સિહ ખટરાએ 25 એપ્રિલના રોજ પંજાબ અને હૈદરાબાદ વચ્ચે રમાયેલી મેચ મોદી પર જાહેર સ્થળે ધુમ્રપાન કરવાનો આરોપ લગાવ્યો છે. જે વિરુદ્ધ મોહાલી પોલીસે કેસ દાખલ પણ કરી લીધો છે.
ખટરાએ ડીએમ રાકેસ ભંડારીને મોકલેલા અહેવાલમાં જણાવ્યું છે કે મોદી સ્ટેડિયમના લોન્ગ રુમમાં બેસીને ધુમ્રપાન કરી રહ્યાં હતા. જે એક સાર્વજનિક સ્થાન છે. જે જોઈને મોહાલીના ફેઝ આઠના પોલીસ પ્રભારી દલબીર સિંહે તેમને સાર્વજનિક સ્થળ પર ધુમ્રપાન નહીં કરવા અનુરોધ કર્યો હતો.
ખટરાએ એ પણ જણાવ્યું કે આઈપીએલ મેચોના આયોજન દરમિયાન નસ્લી ભેદભાવ, દારુનો ઉપયોગ અને ધુમ્રપાન નિષેધ સંબંધી કાયદાના ઉલ્લઘનની ઘણી ઘટનાઓ પ્રકાશમાં આવી છે.