HomeSpotlightIndian Premier League Indian Premier League

નેસ વાડિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતી પંજાબ પોલીસ

વરિષ્ઠ પંજાબ પોલીસ અધિકારીએ રવિવારે ધંધાદારી મોહાલી ટીમના માલિક નેસ વાડિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમનું કહેવું છે કે વાડિયાએ મોહાલી મેચ દરમિયાન અપમાનાસ્પદ શબ્દો કહ્યાં હતા.

મોહાલીના વરિષ્ઠ પોલીસ સુપરિન્ટેન્ડન્ટ આર એસ. ખત્રાએ નેશ વાડિયાએ તેમની સાથે શુક્રવારે પંજાબ ક્રિકેટ એશોસિએસન મેદાન ખાતે દુરવ્યવહાર કર્યો હાવોની ફરિયાદ મોહાલીના ડેપ્યુટી કમિશ્નર સહિત પંજાબ પોલીસના ડાયરેક્ટર જનરલ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓને નકલ મોકલાવી છે.

તેમણે જણાવ્યું હતું કે વાડિયાએ પંજાબ પોલીસ તથા તેની વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો ઉપોયગ કર્યો હતો. વાડિયાએ આક્ષેપ લગાવ્યો હતો કે આઈપીએલ મેચોની ટીકિટ પોલીસ દ્વારા વેંચવામા આવી રહી છે તથા પોલીસ પરવાનગી વગરના લોકોને પણ મેચ જોવા માટે અંદર આવવા દે છે.

ખત્રાએ કહ્યું હતું કે વાડિયા માત્ર મારી પર ગુસ્સે નહોતા થયા પણ એમ પણ કહ્યું હતું કે તે માર જેવા નાના અને નિમ્ન કક્ષાના લોકો સાથે વાત કરવા માગતા નથી.

પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે વાડિયાએ બધા લોકોની વચ્ચે મારું અપમાન કર્યું હતું જેના કારણે મારે આ ફરિયાદ કરવી પડી છે.

ઉલ્લેખનીય છે કે નેસ વાડિયાએ બોલિવુડ અભિનેત્રી અને અન્ય બે વ્યક્તિઓ સાથે મળીને આઈપીએલની મોહાલીની ટીમ ખરીઘી છે.