
Spotlight
Indian Premier League Indian Premier League
ઈન્ડિયન પ્રીમિયર લીગ શરુ કરવામાં મહત્વની ભૂમિકા ભજવનાર લલિત મોદી 2011થી વર્ષમાં બે વખત ટી-20 ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજવાનું ઈચ્છી રહ્યાં છે. ટૂર્નામેન્ટને મળી રહેલી લોકપ્રિયતાને વધારવા માટે લલિત મોદી વધુ ધ્યાન આપી રહ્યાં છે.
મોદીએ જણાવ્યું હતું કે આઈપીએલને બે સત્રમાં યોજવાનું અમે વિચારી રહ્યાં છીએ. પ્રથમ ત્રણ વર્ષમાં એક સત્ર અને ત્યાર બાદ બે સત્રમાં આયોજન કરવા માંગીએ છીએ. ત્યારે અમારુ બીજૂ સત્ર સપ્ટેમ્બરમાં યોજાશે.
મોદીએ સ્વિકાર્યું હતું કે ટૂર્નામેન્ટને અમેરિકન ટચ આપવામાં આવ્યો છે. કેટલીક હદ સુધી તે ટચ જોવા મળે છે. અમે આ મેચોમાં ઘણું સંગીત ઉમેર્યું છે. મને લાગે છે કે આનાથી મેચ દરમિયાન દર્શકોને સારુ મનોરજંન મળી રહેશે.
તેમણે ઉમેર્યું હતું કે લોકો તેનો લાભ ઉઠાવી શકશે. બોલિવુડની એક ફિલ્મ ત્રણ કલાકની હોય છે. આ પણ ત્રણ કલાકનો કોર્યક્રમ છે.લોકો માટે સારુ ખાવાનું છે તો બાળકો માટે પોપકોર્ન અને આઈસક્રિમ છે.