
Spotlight
Indian Premier League Indian Premier League કોલક્તા નાઈટ રાઈડર્સના માલિક અને બોલિવુડ કિંગ ખાન શાહરુખ ખાનની ટીમનું ભલે આઈપીએલમાં ધમાકેદાર આગાઝ બાદ સુરસુરિયુ થઈ ગયું હોય પણ તેને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી આઈપીએલ ટી-20 ટુર્નામેન્ટમાં તેની ટીમ સુંદર પ્રદર્શન કરશે. શાહરુખ તથા જૂહી ચાવલાએ એક સમારોહમાં તેની ટીમના તમામ સભ્યોને ગોલ્ડ પ્લેટેડ હેલમેટ ભેટમાં આપી હતી.
નાઈટ રાઈડર્સ ટીમ ચાલી રહેલી ટુર્નામેન્ટમાં સેમીફાઈનલની દોડમાંથી બહાર ફેંકાઈ ગઈ છે. પરંતુ શાહરુખનું કહેવું છે કે તે તેની ટીમના પ્રદર્શનથી સંતુષ્ઠ છે. આ પહેલા શાહરુખ અને જૂહીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્ય સાથે રાઈટર્સ બિલ્ડીંગમાં મુલાકાત કરી હતી. શાહરુખે કહ્યું કે સરકારનો સહયોગ મળશે તો તે કોલક્તામાં ક્રિકેટ એકેડમી ખોલશે.