HomeSpotlightIndian Premier League Indian Premier League

પાક ક્રિકેટરના પ્રદર્શનથી રમીઝ નિરાશ

પાકિસ્તાનના પૂર્વ કપ્તાન રમીઝ રાજાનું માનવું છે કે ભારતીય પ્રમિયર લીગમાં રમી રહેલા પાકિસ્તાની ક્રિકેટરો જેવી આશા હતી તે મુજબનો ખેલ બતાવી શક્યા નથી. જો કે આઈપીએલમાં રમી રહેલા ખેલાડીઓને લાભ મળશે તેમ પણ જણાવ્યું હતું. રમીઝ આઈપીએલમાં કોમેન્ટેટર અને વિશેષ્જ્ઞ તરીકેની ભૂમિકા નિભાવી રહ્યાં છે.

પાકિસ્તાની ખેલાડીઓના અનિયમીત પ્રદર્શન અંગે તેમણે કહ્યું કે મારા માટે સૌથી નિરાશ વાત એ છે કે અમારા ખેલાડીઓ નિરંતર પ્રદર્શન કરી રહ્યાં નથી. અમારા ખેલાડીઓ એ ક્યારેક સારુ પ્રદર્શન કર્યું પણ તે પુરતુ નથી. જો કે એક કારણ એ પણ છે કે અમારા કપ્તાન શોએબ મલિકે મેદાન પર બેસવું પડ્યું છે. જે બાબતે મને વીચારતો કરી મુક્યો છે કે આતંરરાષ્ટ્રીય ક્રિકેટમાં અમારા ખેલાડી ક્યા સ્થાને છે.

આઈપીએલમાં ડઝનની સંખ્યામાં પાક ખેલાડીઓ રમી રહ્યાં છે પરંતુ અત્યાર સુધીમાં માત્ર સોહેલ તનવિર કે જે રાજસ્થાન તરફથી રમી રહ્યો છે તેણે જે સારું પ્રદર્શન કર્યું છે. રાજસ્થાનની ટીમના કપ્તાન શેન વોર્ને પણ તેના વખાણ કર્યા હતા. સલમાન બટ્ટે પણ કોલક્તા માટે કેટલીક વખત સારી રમત દર્શાવી પણ તે સતત પોતાનું પ્રદર્શન કરી શક્યો નથી.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન ખેલાડી મોહમ્મદ આસિફ, શોએબ મલિક, શાહિદ આફ્રિદી, મિસ્બાહ ઉલ હક, કામરાન અકમલ, મોહમ્મદ હાફિઝ અને ઉમર ગુલે પોતાની ટીમો તરફથી બેંચ પર બેસવું પડ્યું છે. જો કે યુનિસ ખાન રાજસ્થાન સાથે છેલ્લે જોડાયા છે માટે તેણે હજુ આગાઝ કરવાનો બાકી છે.

રમીઝે કહ્યું કે વિશ્વના મહાન ખેલાડીઓ સાથે ડ્રેસિંગ રુમમા સાથે રહેવાથી અને વાતચીત કરવાથી પાકિસ્તાનના ખેલાડીઓ ઘણું બધું શિખશે. મને લાગે છે કે તે આ અનુભવનો લાભ ઉઠાવશે કારણ કે દરેક ખેલાડીને વિશ્વના મહાન ખેલાડી સાથે વાતચીત કરવાની તક બહું ઓછી મળે છે.