
Spotlight
Indian Premier League Indian Premier League ડેક્કન ચાર્જર્સનો ઝડપી બોલર આરપી સિંહ ભલે ઈન્ડિયન પ્રીમિયર લિગમાં સૌથી વધુ વિકેટ મેળવનાર બોલર હોય પરંતુ તેને તે વાતનો રંજ છે કે તેનું પ્રદર્શન સારુ હોવા છતાં તેની ટીમ સેમીફાઈનલમાં પહોંચી શકી નહીં.
22 વર્ષિય આરપી કિંગ્સ ઈલેવનના બોલર એસ. શ્રીસંથ સાથે અત્યાર સુધી સંયુક્ત રુપમાં ટોચ પર ચાલી રહ્યો હતો. જો કે તે નિરાશ છે કે તેની ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે.
ડેક્ક્ન ચાર્જર્સે 12 મેચોમાં અત્યાર સુધી માત્ર બે જીત જ હાસિલ કરી છે. તેનું કહેવું છે કે તેની ટીમી ઈચ્છાઅનુસાર પ્રદર્શન કરી રહી નથી. મારુ પ્રદર્શન ટીમને સેમીફાઈનલમાં પહોંચાડવામાં મદદ રુપ થઈ શક્યું નથી તો પછી હું કેવી રીતે ખુશ થઈ શકું.
આઈપીએલમાં મળેલી સફળતા અંગે આરપી એ કહ્યું કે ટી-20 વિશ્વ કપના અનુભવમાંથી શિખવા મળ્યું કે ક્રિકેટના ક્યા રુપમાં કેવી બોલિંગ કરવી જોઈએ.