
Spotlight
Indian Premier League Indian Premier League
કોલકત્તા નાઈટ રાઈડર્સ ભલે આઈપીએલમાંથી બહાર થઈ ગઈ હોય પણ તેના કોચ બુકનાનનું કહેવું છે કે આગામી સત્રમાં નાઈટ રાઈડર્સ સર્વશ્રેષ્ઠ ટીમ હશે. તેમણે તેમના પુસ્તક ઈઝ બેટર ઈઝ પોસીબલના લોકાર્પણ અવસરે કહ્યું હતું.
બુકનાને કહ્યાં અનુસાર આઈપીએલમાં સારી શરુઆત કરનાર નાઈટ રાઈડર્સને રિકી પોન્ટિંગ અને બ્રેડન મૈકુલમના જવાના કારણે નુકસાન થયું છે. તેમજ ટીમ કેટલીક મેચોમાં પ્રથમ છ ઓવરોનો લાભ ઉઠાવી શકી નથી.
ટીમની સતત હારના કારણે તેમણે કહ્યું કે પ્રેરણા પોતાની અંદરથી પણ આવવી જોઈએ. એક કોચ તરીકે હું ખેલાડીઓને સુધરવા માટેનું વાતાવરણ આપી શકું છું. જો હું તેમને બદલી શક્યો તો ઠીક નહીંતર મારી કોઈ આવશ્યકતા નથી.
બુકનાનનું માનવું છે કે હવે તે ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય ટીમની કોચિંગ કર શકશે નહીં. કારણ કે રાષ્ટ્રીય ટીમ માટે જે ઉર્જા જોઈએ તે તેમની પાસે નથી. ઉલ્લેખનીય છે કે બુકનાનની કોચિંગ હેઠળ ઓસ્ટ્રેલિયાએ વિશ્વકપ સહિત અનેક સિદ્ધીઓ હાસિલ કરી છે. પૂર્વ ખેલાડી શેન વોર્ને કરેલા નિવદન રાષ્ટ્રીય ટીમોને કોચની આવશ્યકતા નથી તેના જવાબમાં બુકનાને કહ્યું હતું કે પ્રત્યેક ખેલાડી અનુશાસિત હોતો નથી.
કોચનું કામ ખેલાડીઓને સહયોગ કરીને સારુ પ્રદર્શન કરવાનું હોય છે. તેમણે કહ્યું હે આગામી થોડાક સમયમાંજ નાઈટ રાઈડર્સના કપ્તાન સૌરવ ગાંગુલી સાથે તેમના સંબંધ સારા થઈ ગયા છે. સૌરવ ક્રિકેટની દરેક વિદ્યામાં પ્રદર્શન કરી શકે છે. બુકનાનના મત અનુસાર ટી-20નું ભવિષ્ય છે અને આઈપીએલે તે સાબિત કરી આપ્યું છે.