
Spotlight
Indian Premier League Indian Premier League સેમીફાઈનલમાં સ્થાન નિશ્ચત હોવાના કારણે રાજસ્થાન રોયલ્સ શનિવારે ચેન્નાઈ સામેની આઈપીએલ મેચમાં નવા ખેલાડીઓની ક્ષમતા ચકાસવા તેમને એક તક આપે તેવી શક્યતા છે.
કપ્તાન વોર્ને કહ્યું કે આ મેચમાં તે એવા ખેલાડીઓને તક આપવા માંગે છે કે જેઓને અત્યાર સુધીની એક પણ આઈપીએલમાં રમવાની તક મળી નથી.
તેણે કહ્યું કે અમારી ટીમમાં કેટલાક ખેલાડી એવા છે કે જેમને સંજોગો વસાત રમવાની તક મળી નથી. અમે કેટલાક ખેલાડીઓને આરામ આપવા તથા નવા ખેલાડીઓને તક આપવા અંગે યોજના બનાવી છે.
તેણે કહ્યું કે હવે અમારે આઈપીએલમાં ફાઈનલમાં તક મળે તો પાંચ મેચ રમવાની છે. માટે કેટલાક પ્રમુખ ખેલાડીઓને આરામ આપી તેમના સ્થાને નવા ખેલાડીઓને તક આપવા માંગીએ છીએ.