HomeSpotlightIndian Premier League Indian Premier League

ચાવલા ભવિષ્યનો કુંબલે : વોર્ન

ઓસ્ટ્રેલિયાના પૂર્વ મહાન લેગ સ્પિનર શેન વોર્ને શુક્રવારે કહ્યું કે યુવા લેગ સ્પિનર પીયુષ ચાવલા ભવિષ્યમાં ભારતના મહાન સ્પિનર અનિલ કુંબલેની જગ્યા લેશે.

વોર્ને ચેન્નાઈ વિરુદ્ધ શનિવારે થનાર મેચની પૂર્વ સંધ્યાએ પત્રકારોને જણાવ્યું હતું કે ચાવલાથી તે ખુબ ખુશ થયો છે. ભારતીય ક્રિકેટમાં તેનું ભવિષ્ય ઉજળું છે. અને તેનામાં ક્ષમતા છે કે તે કુંબલેની જગ્યા લઈ શકે છે.

તેમણે કહ્યું કે ભારત પાસે કુંબલે અને ચાવલાના રુપમાં બે ઉચ્ચ સ્તરીય સ્પિનર છે.

આઈપીએલમાં રાજસ્થાનની ટીમના કોચ અને કપ્તાન વોર્ને કહ્યું કે ચાવલાએ મારી સાથે થોડીક વાતો કરી હતી. તે પોતાની બોલિંગથી ખુશ નથી. મે તેને સલાહ આપવા અને કેટલીક ટીપ્સ આપવા અંગે જણાવ્યું છે.

ભારતના અન્ય ઉભરતા યુવા ખેલાડી અંગે પુછતા તેમણે કહ્યું કે રવિન્દ્ર જાડેજા ભારતીય ટીમમાં એક ઓલ રાઉન્ડરની જગ્યા ભરી શકે છે. તે એક સારો ખેલાડી તરીકે ઉભરી રહ્યો છે. તે આઈપીએલમાં સારુ પ્રદર્શન કરી રહ્યો છે.