HomeSpotlightIndian Premier League Indian Premier League

આખરે સુરેશ શાસ્ત્રી વિરુદ્ધ ફરિયાદ કરતુ મુંબઈ ઈન્ડિયન્સ

આખરે મુંબઈ ઇન્ડિયન્સે બુધવારે પજાંબ સામેની ટીમમાં ત્રીજા અંપાયર તરીકે ભૂમિકા નિભાવનારા સુરેશ શાસ્ત્રી વિરુદ્ધ આધિકારીક રુપે ફરિયાદ કરી છે.

પંજાબ સામેની મેચમાં કેટલાક નજીકના વિવાદાસ્પદ નિર્ણયો મુંબઈની ટીમ વિરુદ્ધ કરવામાં આવ્યા હતા અને અંતે મુંબઈએ માત્ર એક રનથી આ મેચ ગુમાવી હતી. કોચ લાલચંદ રાજપુતે દિલ્હી સામેની મેચથી એક દિવસ પુર્વે કહ્યું કે ફ્રેન્ચાયજીના માલિકોએ આધિકારીક રુપે ત્રીજા અંપાયર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ મળેલી હાર બાદ ટીમના કપ્તાન સચિન પોતાનો ગુસ્સો છુપાવી શક્યા નહોતા. તેમણે કહ્યું હતું સમગ્ર વિશ્વએ જોયું છે કે શું થયું હતું. હું આ બનાવને ટીમ પ્રબંધન પર છોડું છું કે તેઓ શુ કરવા માંગે છે. તેણે કહ્યું કે બે રન આઉટ અમારા હકમાં થયા હોત તો અમે આ મેચ જીતી ગયા હતા.