
Spotlight
Indian Premier League Indian Premier League રાજસ્થાન રોયલ્સના કપ્તાન શેન વોર્ન દ્વારા આઈપીએલની મેચો દરમિયાન મેદાન પર સિગારેટ પીવા અંગે બીસીસીઆઈ તપાસ કરે તેવી માંગણી તંબાકુ વિરોધી એક એનજીઓ રાષ્ટ્રીય તંબાકુ ઉન્મૂલન સંગઠન (નોટ)એ કરી છે.
નોટએ આઈપીએલ કમિશ્નર લલિત મોદીને લેખિતમાં જણાવ્યું છે કે સાર્વજનિક સ્થાનો પર ઘુમ્રપાન કરવો એક ગુન્હો છે અને તેમા આઈપીએલ કોઈ અપવાદ નથી. તેમા એમ પણ કહેવામાં આવ્યું છે કે વોર્નની પુષ્ઠભુમિ જોતા એ વાત પણ શક્ય છે કે તેની સિગારેટમાં પ્રતિબંધિત પ્રદાર્થ પણ હોઈ શકે છે.
નોટના મહાસચિવ ડોક્ટર શેખર સાલકરનું કહેવું છે કે અમને શંકા છે કે વોર્નની સિગારેટમાં ડોપ પણ હોઈ શકે છે. ત્યારે તેની પુષ્ઠભૂમિને જોતા આ અંગે તુરત તપાસ કરવી જરુરી છે. આ પહેલા નોટ દ્વારા કિંગ ખાનને મેદાન પર સિગારેટ પિવા અંગે આપત્તિ વ્યક્ત કરી નોટીસ ફટકારવામાં આવી હતી.
આ સંગઠન અમિતાભ બચ્ચન વિરુદ્ધ પણ કેસ લડી રહ્યું છે. જેમાં રાષ્ટ્રીય પથ પર લગાવવામાં આવેલા પોસ્ટરોમાં સિગારેટ પીતા દર્શાવવામાં આવ્યા છે.
સાલકરે કહ્યું કે વોર્નની હરકત અંગેની ફરિયાદ આઈસીસી અને ઓસ્ટ્રેલિયન બોર્ડમાં કરવામાં આવે તેવી અમારી માંગ છે. તેમણે ભારતીય દર્શકોની માફી માંગવા માટે કહેવામાં આવવું જોઈએ. તેમજ તે વચન આપે કે હવે પછી તે સાર્વજનિક સ્થળે આ પ્રકારની હરકત કરશે નહીં.