HomeSpotlightIndian Premier League Indian Premier League

ફાઈનલમાં પહોંચવા માટે ફિલ્ડીંગ સુધારવી પડશે : યુવી

said,yuvraj,team,fielding,yuvraj said,ipl,sangakkara,work,sport ઈન્ડિયન પ્રીમિયર લીગની ફાઈનલમાં પહોંચવા માટે અમે સેમિફાઈનલ પહેલા અમારી ફિલ્ડીંગ પર વિશેષ ધ્યાન આપીશું તેમ શુક્રવારે હૈદરાબાદ સામે મેળવેલા વિજય બાદ કિંગ્સ ઈલેવન પંજાબના કપ્તાન યુવરાજ સિંહે કહ્યું હતું. તેણે કહ્યું હતું કે અમારે અમારી ફિલ્ડીંગ સુધારવાની આવશ્યકતા છે. જે માટે અમે એકબીજા સાથે ચર્ચા કરીશું.

તેણે કહ્યું હતું કે ટીમના કેટલાક ખેલાડીઓ દ્વારા ફિલ્ડીંગમાં યોગ્ય ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. જેના કારણે વધારાના રન વિપક્ષી ટીમને મળી રહ્યાં છે. જે મોંઘા સાબિત થઈ રહ્યાં છે. જો અમારે ફાઈનલમાં પહોંચવુ છે તો અમારે ફિલ્ડીંગમાં સુધારો કરવો પડશે.

યુવીએ કહ્યું હતું કે તે ખુશ છે કે તેણી ટીમે ટુર્નામેન્ટમાં વધું એક વિજય મેળવ્યો છે. જે પ્રમુખ બેટ્સમેન શોન માર્શ અને કુમાર સંગાકારાની સારી શરુઆતના કારણે શક્ય બન્યું છે.

સંગાકારાએ ઈજાના કારણે બે અઠવાડિયા મેદાનથી દુર રહ્યા બાદ સારુ પુનરાગમન કર્યું હતું તેણે 25 બોલમાં મહત્વના 50 રન ફટકાર્યા હતા.

તેણે ખુબ અનુશાસન સાથે પોતાની રમત દર્શાવી છે. બે અઠવાડિયા મેદાનથી દુર રહ્યાં બાદ પણ તેણે જે રમત રમી છે તે બિરદાવવા લાયક છે. તેમ યુવીએ કહ્યું હતું.

યુવરાજ સાથે માર્શે પણ મીડિયા સાથે વાતચીત કરી હતી. તેણે કહ્યું હતું કે તે સ્પર્ધાની તમામ જીતને માણી રહ્યો છે. પોતાની ટીમની જીત માટે તે ખુબ મહેનત કરવાનું પસંદ કરે છે. તેણે કહ્યું કે આઈપીએલથી ઘણું શીખવા મળી રહ્યું છે. મારી મેચ વીનિંગ ઈનિંગ્સના કારણે બધા મારીથી પ્રભાવિત થયા છે.