HomeSpotlightIndian Premier League Indian Premier League

આઈપીએલમાં બ્લેકમાં ટિકીટ વહેંચતા ચાર ઝડપાયા

મોહાલી ખાતેની આઈપીએલ મેચમાં ટિકીટ બ્લેકમાં વહેંચતા ચાર શખસોને આઈપીએલ મોહાલીની ફ્રેન્ચાયજી તથા સ્થાનીક પોલીસ અને ટિકીટ પ્રોએ સાથે મળીને ઝડપ્યા હતા.

મોહાલી આઈપીએલ ટીમના સીઈઓ નેલ મેક્સવેલે પત્રકારોને જણાવ્યું કે માહાલી ખાતેની મેચોમાં ટિકીટ ખરીદીને બ્લેકમાં વેચાણ કરતા ચાર શકમંદોની સ્થાનીક પોલીસે અટકાયત કરી છે.

તેમણે કહ્યું હતું કે મોટા ભાગને ગેટ પર લગાવાયેલા વીડિયો કેમેરાના ફુટેજને આઘારે તેમના સાથીદારોની અળખ કરવામાં આવી છે. ફુટેજની સમિક્ષા કરવામાં આવી રહી છે. જો કે શકમંદોને ઓળખી નાંખવામાં આવ્યા છે. જેઓની સ્થાનીક પોલીસ દ્વારા ટુક સમયમાં અટકાયત કરવામાં આવશે.

તેમણે કહ્યું કે ટિકીટ પ્રોએ ટીમ મોહાલી અને પંજાબ ક્રિકેટ એશોસિએસન સાથે મળીને જ્યાં ઘરેલું મેચો રમાઈ રહી છે ત્યાં ટિકીટના વેચાણ અંગે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાનું વિચાર્યું છે. તમામ ગેટને હાઈ ટેક કેમેરાઓથી સુસજ્જ કરવામાં આવશે.

મેક્સવેલે જણાવ્યું કે આ બનાવ અંગે આઈપીએલ આયુક્ત લલીત મોદીને માહિતગાર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે બ્લેકમાં ટિકીટના વેચાણે કોઈપણ સંજોગામાં ચલાવી લેવામાં નહી આવે. તેમણે કહ્યું હતું કે આઈપીએલ અને મોહાલી ટીમની ફ્રેન્ચાયજી સાથે મળીને આ કોંભાડ સામે કાર્યવાહી કરશે.