HomeSpotlightIndian Premier League Indian Premier League

અંપાયરથી નારાજ સચિન

સચિન તેન્ડુલકરે બુધવારે પંજાબ ઈલેવન વિરુદ્ધ રમાયેલી મેચ દરમિયાન કરાયેલી કેટલીક અંપાયરિંગ અંગે નારજગી વ્યક્ત કરી હતી. સચિન થર્ડ અંપાયર સુરેશ શાસ્ત્રીના નિર્ણયો પર નારાજ જણાઈ આવતો હતો. મુંબઈ ઈન્ડિયન્સ અનુસાર શાસ્ત્રીએ ફરી એક વખત ખોટા નિર્ણય કર્યા હતા.

જો કે સચિને સ્પષ્ટ રીતે કંઈ જણાવ્યું નથી. પરંતુ તેની નારાજગી સ્પષ્ટ જણાઈ આવતી હતી. સચિને કહ્યું કે આઈસીસીના નિયમો અનુસાર અમે કોઈ કોમેન્ટ કરી શકિએ નહી. પણ આ નિર્ણયો તો બધાએ જોયા છે.

સચિને કહ્યું કે આ પ્રકારની વાતો થાય ત્યારે ખુબ દુખ થાય છે. તેમછતાં સમગ્ર દુનિયાએ જોયું કે નિર્ણયો કંઈ દિશામાં હતા. તેણે કહ્યું કે હું કોઈની તરફ ઈશારો નહોતો કર્યો પણ જો તે રનઆઉટ થતા નહીં અને રન લઈ લેત તો તે જીતી ગયા હોત.

આ ઘટનાને અધિકારીઓ સમક્ષ રજુ કરવાની વાત સચિને ટીમ મેનેજમેન્ટ પર છોડી છે. સૂત્રો અનુસાર મુંબઈ ઈન્ડિયન્સને લાગે છે કે ત્રણ થી ચાર વખત તે રનઆઉટ નહોતા.

જો કે બીજી તરફ અંપાયર સુરેશ શાસ્ત્રીએ પોતાના નિર્ણયોને સાચા ગણાવતા કહ્યું કે તેમણે આઈસીસીના નિયમો અનુસાર કામ કર્યું છે.