
Spotlight
Indian Premier League Indian Premier League પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમુદ કુરૈશીએ બુધવારે જણાવ્યું કે ઈન્ડિયન પ્રીમિયર લીગે(આઈપીએલ)એ ક્રિકેટ જગતમાં ક્રાંતિ લાવી દીધી છે.
કુરૈશીએ ભારતના વિદેશમંત્રી પ્રણવ મુખર્જી સાથે એક સંયુક્ત સંવાદદાત સમ્મેલનમાં કહ્યું કે તેમની મનપસંદ ટીમ કોલક્તા ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ જતા તેમણે એક નવી ટીમ શોધવી પડશે.
સાથો સાથ તેમણે કહ્યું કે આઈપીએલમાં મેચોને પાકિસ્તાનમાં ખુબ રુચિ સાથે જોવામાં આવી રહી છે અને તે ખુબ લોકપ્રિય પણ છે.
કુરૈશીએ કહ્યં કે તમે આઈપીએલથી ક્રિકેટમાં એક ક્રાંતિ લાવી દીધી છે. આ મેચોને પાકિસ્તાનીઓ ખુબ જોઈ રહ્યાં છે.
ટીમના સમર્થન અંગે પુછતા તેમણે કહ્યું કે તે જે ટીમને સમર્થન કરતા હતા તે ગયા મંગળવારે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ હતી. ટીમનું નામ પુછતા તેમણે કોલક્તા નાઈટા રાઈડર્સ જણાવ્યું હતું.