
Spotlight
Indian Premier League Indian Premier League પરાજય પર પરાજય થવાના કારણે બેંગાલુરની ટીમના માલિક અને ક્રિકેટ પંડિતોની આલોચનાનો વિષય બનનાર રાહુલ દ્રવિડ ઈન્ડિયન પ્રિમયર લીગમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મળેલા વિજય બાદ તે રાહત અનુભવી રહ્યો છે.
દ્રવિડે વિજય મળ્યા બાદ જણાવ્યું હતું કે અમે રાહતની અનુભુતિ કરી રહ્યા છીએ. અમે આ માટે ખુબ મહેનત કરી હતી. તેણે કહ્યું હતું કે આપણને ક્યાંક તો ભાગ્યની જરુર પડે છે. જે આજે અમારી સાથે હતી. જો કે તેણે જીતનો શ્રેય બોલરોને આપ્યો હતો. દ્રવિડે કહ્યું કે વિજયનો શ્રેય બોલરોને માથે જાય છે કારણ કે અમારી બેટિંગ સારી રહી નહોતી. અમને જ્યારે સારી ઓવરની જરુરત હતી ત્યારે ડેલ સ્ટેન અને અનિલ કુંબલેએ સારી બોલિંગ નાંખી હતી.
જો કે દ્રવિડ પોતાના બેટિંગ ખુબ નિરાશ જણાઈ આવતા હતા. તેમણે કહ્યું કે પ્રથમ 10 ઓવરમાં તમે માત્ર 40 રન બનાવો તો દુખ થાય છે. અમે દરેક વખતે 10 ઓવર પછી સારી રમત રમી છે. તેણે કહ્યું હતું કે તેને નથી લાગતું કે તેની ટીમે આજે સર્વશ્રેષ્ઠ રમત રમી છે પણ તેમના બોલરોએ મેચ તેમની તરફેણમાં કરી હતી.