HomeSpotlightIndian Premier League Indian Premier League

ખરાબ શોટની પંસદગી હારનું કારણ : ધોની

chennai,match,said,against,dhoni,bangalore,match againstઆઈપીએલમાં બેંગાલુર સામેની મહત્વની મેચમાં મળેલી હાર અંગે ચેન્નાઈ ટીમના કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું હતું કે ટીમના બેટ્સમેનો દ્વારા ખરાબ શોટની પંસદગી કરવામાં આવી હતી. જેના કારણે અમારે હારનો સામનો કરવો પડ્યો હતો.

14 રને મળેલી હાર બાદ તેણે કહ્યું હતું કે એક કે બે ખેલાડી ક્રિઝ પર ઉભા રહી શક્યા હોત તો અમે મેચ જીતી શકત પણ કોઈએ તે જવાબદારી નિભાવી નહી. કેટલાક ખરાબ શોટની પંસદગી બેંગાલુર સામેની મેચમાં કરવામાં આવી હતી. જે મોટી ભુલ હતી.

તેણે કહ્યું હતું કે પરિસ્થિતિ અનુરુપ અમે બેટિંગ ક્રમાંકમાં ફેરબદલ કર્યો હતો. જે પ્રકારનું અમે ડ્રેસિંગ રુમમાં વિચાર્યું હતું તેવું જો મેદાન પર કર્યું હોત તો અમે આ મેચ જીતી ગયા હોત.

તેણે કહ્યું હતું કે તેઓ રાજસ્થાન રોયલ્સ સામેની મેચ જીતવા પ્રયાસ કરીશે અને સેમીફાઈનલમાં જગ્યા બનાવશે.

અમે લીગની અંતિમ મેચ સુધી રાહ જોવા નથી માંગતા અને રાજસ્થાન સામેન મેચમાં સારુ પરિણામ લાવીને સેમીફાઈનલમાં જગ્યા બનાવવા માંગીએ છીએ.

જો કે બીજી તરફ દ્રવિડે જીતનો સંપુર્ણ શ્રેયત બોલરોને આપ્યો હતો.