HomeSpotlightIndian Premier League Indian Premier League

શ્રિસંથને જાંબુડિયા રંગની કેપ

કિંગ્સ ઈલેવન પંજાબના ઝડપી બોલર એસ. શ્રિસંથને ટુર્નામેન્ટમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વિકેટ લેવા બદલ જાંબુડિયા રંગની કેપ પહેરાવવામાં આવી હતી.

શ્રિસંથે મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ 35 રન આપીને બે વિકેટ મેળવતા તેણે હૈદરાબાદ ડેક્કન ચાર્જસના ઝડપી બોલર આર પી સિંહની બરાબરી કરી લીધી છે. અત્યાર સુધીની મેચમાં 15 વિકેટ મળી છે જો કે તેનો ઈકોનોમી રેટ 8.76 છે જ્યારે શ્રિસંથનો ઈકોનોમી રેટ 8.40 છે.

જો કે જાંબુડિયા રંગની કેપ ટુર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ હાસિંલ કરનાર બોલરને આપવામાં આવે છે. જ્યારે નારંગી રંગની કેપ વધુ રન બનાવનાર બેટ્સમેનને આપવામાં આવે છે. શ્રિસંથનો ઈકોનોમી રેટ આરપી કરતા સારો હોવાથી જાંબુડિયા રંગની કેપ તેને આપવામાં આવી છે.