
Spotlight
Indian Premier League Indian Premier League મુંબઈ ઈન્ડિયન્સ સામે એક રને રોમાંચક જીત મેળવ્યા બાદ કિંગ્સ ઈલેવન પંજાબના કપ્તાન યુવરાજ સિંહે કહ્યું હતું કે સચિન તેન્ડુલકરની વિકેટ મેચ માટે ટર્નિંગ પોઈન્ટ હતી.
તેણે કહ્યું કે જ્યારે સચિન રન આઉટ થયા ત્યારથી મેચ પંજાબના હાથમાં આવી ગઈ હતી. સચિન 65 રને રનઆઉટ થયા હતા. ત્યાર બાદ મુંબઈ ટીમના ખેલાડીઓ વધુ સમય મેદાન પર રોકાઈ શક્યા નહોતાં અને તેમની ટીમ 188 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
સાથોસાથ યુવીએ શોન માર્શ અને લ્યુક પાર્મ્સબાખની ધમાકેદાર બેટિંગના વખાણ કર્યા હતા. જેના કારણે પંજાબ ચાર વિકેટ પર 189 રનનો સ્કોર બનાવવામાં સફળ રહ્યું હતું.
જો કે યુવરાજ મુંબઈ ટીમના દર્શકો દ્વારા માત્ર સ્થાનિક ટીમને સમર્થન કરવામાં આવતા તે ખુબ ગુસ્સે થયો હતો. તેણે કહ્યું હતું કે હું જણાવવા માંગુ છું કે દર્શકોનું સમર્થન એકતરફું હતું પરંતુ પંજાબના કેટલાક ખેલાડી ભારત માટે પણ રમે છે.