HomeSpotlightIndian Premier League Indian Premier League

શાહરુખ સાથેના વિવાદની વાત પાયા વિહોણી : દાદા

ganguly,srk said,between srk,said gangulyઆઈપીએલની ફ્રેન્ચાયજી કોલક્તા નાઈટ રાઈડર્સ ટીમના કપ્તાન સૌરવ ગાંગુલીએ ટીમના માલિક શાહરુખ ખાન સાથે કોઈપણ પ્રકારનો ઝઘડો કે વિવાદ હોવાની વાતને ખોટી અને પાયા વિહોણી કહી હતી.

એક સમાચાર ચેનલે પોતાના અહેવાલમાં કહ્યું હતું કે 18 મેના રોજ ચેન્નાઈ વિરુદ્ધ મેચમાં સૌરવે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જો કે શાહરુખની ઈચ્છા હતી કે તેની ટીમ પહેલા બોલિંગ કરે. જેના કારણે ટીમનો પરાજય થતા શાહરુખ પોતાનો કાબુ ગુમાવી બેઠો હતો. બન્ને વચ્ચે તકરાર થયો હોવાના અહેવાલ છે.

આ અહેવાલોને બેબુનિયાદ, ખોટા અને પાયા વિહોણા ગણાવતા ગાંગુલીએ કહ્યું હતું કે આ પ્રકારના સમાચારોમાં કોઈ સત્ય નથી અને શાહરુખ સાથે તેમની કોઈ તકરાર થયો નથી કે કોઈ વિવાદ પણ થયો નથી.