
Spotlight
Indian Premier League Indian Premier League આઈપીએલ ટી-20માં મંગળવારે કોલક્તા સામે 18 બોલમાં 48 રન ફટકારનાર યુસુફ પઠાણે કહ્યું કે રાજસ્થાન રોયલ્સના વિજય રથને ચાલુ રાખવા માટે હું મારી સ્વાભાવિક રમત રમ્યો હતો.
પોતાની ધમાકેદાર બેટિંગના કારણે મેન ઓફ ધી મેચ બનેલા યુસુફે જણાવ્યું કે તે જ્યારે બેટિંગ કરવા માટે આવ્યો ત્યારે ટીમની સ્થિતિ ગંભિર હતી. પરંતુ તેણે શાંત મને ટીમના વિજય માટે પાતાની સ્વાભાવિક રમતનું પ્રદર્શન કર્યું હતું.
આ પહેલા પણે યુસુફે ડેક્કન ચાર્જર્સ સામે માત્ર 21 બોલમાં 50 રન ફટકાર્યા હતા.
રાજસ્થાન રોયલ્સના કપ્તાન શેન વોર્ને તમામ ખેલાડીઓ ખાસ કરીને યુસુફની પ્રશંસા કરતા કહ્યું કે આવી અદભુત ટીમનો કપ્તાન હોવાનું ગૌરવ છે.
તેણે ક્હ્યું કે અમે સારી રમત રમવાના પ્રયાસ સાથે બાકીની મેચો પણ જીતીશું. અમારા બધા ખેલાડીઓ સારુ પ્રદર્શન કરી રહ્યાં છે.