
Spotlight
Indian Premier League Indian Premier League આઈપીએલ કોલક્તા ટીમના ઝડપી બોલર શોએબ અખ્તરનું ઘુંટણની ઈજાને કારણે મંગળવારે ઈડન ગાર્ડન્સ ખાતે રાજસ્થાન વિરુદ્ધ રમાનારી મહત્વની મેચમાં રમવું શંકાસ્પદ છે.
ટીમના કોચ જોન બુકનાને જણાવ્યું કે શોએબના ઘુંટણમાં તકલીફ છે અને તેના રમવા અંગે મેચ પૂર્વે વિચારણા કરવામાં આવે છે. તેના સ્થાને પાકિસ્તાની બોલર ઉમર ગુલને જગા મળી શકે તેમ છે.
જો કે કોલક્તા ટીમના કપ્તાન સૌરવ ગાંગુલીનું કહેવું છે કે તે ફીટ છે.
પાકિસ્તાનના બોલર શોએબ અખ્તરે આઈપીએલમાં ધમાકેદાર શરુઆત કરી હતી. તેણે ત્રણ ઓવરમાં માત્ર 11 રન આપીને દિલ્હીની ચાર વિકેટને તંબુ ભેગી કરી હતી. જેમાં તેને મેન ઓફ ધી મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
પરંતુ રવિવારે ચૈન્નાઈ સામેની મેચમાં બોલિંગ કરવા માટે ઉતરેલો શોએબ ખુબ મુસિબતમાં જણાઈ રહ્યો હતો. જો કે તેણે પોતાની બે ઓવરના સ્પેલને પુર્ણ કર્યો હતો. જો કે ત્યાર બાદ વરસાદના કારણે મેચ રમાઈ નહોતી અને ડકવર્થ લુઈસના નિયમનોને કારણે ચૈન્નાઈની ટીમને વિજેતા જાહેર કરવામાં આવી હતી.