HomeSpotlightIndian Premier League Indian Premier League

હિરા જડિત આઈપીએલ ટ્રોફીનું અનાવરણ

ઈન્ડિયન પ્રીમિયર લીગના અધ્યક્ષ લલિત મોદીએ હીરા અને રત્નો જડિત આઈપીએલ વિજેતા ટ્રોફીનું અનાવરણ કર્યું હતું.

મોદીએ અનાવરણ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે આ ફરતી ટ્રોફી ખુબ મોંઘી છે. અને હું તેની કિંમતનો ખુલાસો નહીં કરું. વિજેતા ટીમને આ ટ્રોફીની પ્રતિકૃતિ આપવામાં આવશે.

ટ્રોફીના મુખ્ય ડિઝાઈનર મોના મહેતાએ કહ્યું કે આ ટ્રોફી 14 કારીગરો દ્વારા બનાવવામાં આવી છે. તેમાં સોનાના પડ ચઢાવેલો એક ખેલાડી છે. જેના હાથમાં બેટ છે અને તેની નજીક દેશનું માનચિત્ર છે. જેમાં તમામ આઠ ટીમોના નામ કોતરાયેલા છે અને તેની ઉપર આઠ રુબી જડવામાં આવી છે.