
Spotlight
Indian Premier League Indian Premier League દિલ્હી ડેરડેવિલ્સના પ્રમુખ બેટ્સમેન ગૌતમ ગંભિર આઈપીએલમાં 500 રન કરનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેણે અત્યાર સુઘીની 12 મેચોમાં 504 રન બનાવ્યા છે. ગંભિર બેંગાલુર સામેની સોમવારની મેચમાં 35 બનાવતાની સાથે જ 500 રનના શિખરે પહોંચી ગયો હતો. તે 39 રન પર આઉટ થઈ ગયો હતો.
ગંભિરે આઈપીએલ ટુર્નામેન્ટમાં પાંચ અડધી સદી ફટકારી છે. તેનો સર્વોચ્ચ સ્કોર 86 રન છે. બીજા સ્થાને તેનો સાથી ખેલાડી અને દિલ્હીની ટીમનો કપ્તાન વિરેન્દ્ર સહેવાગ છે. તેણે 12 મેચોમાં 385 રન બનાવ્યા છે. આ ઉપરાંત રોહિત શર્માં (337) સનથ જયસુર્યા(336) સાથે અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાને છે.
બીજી તરફ 19 બોલમાં 47 રન બનાવનાર સહેવાગે બીજા અન્ય રેકોર્ડની પણ બરાબરી કરી લધી છે. અત્યાર સુધી સિક્સર કિંગ રહેલા જયસુર્યાની બરાબરી કરી છે. જયસુર્યાએ 10 મેચોમાં 20 છગ્ગા ફટકાર્યા છે જયારે સહેવાગે 12 મેચોમાં 20 છગ્ગા ફટકાર્યા છે.