HomeSpotlightIndian Premier League Indian Premier League

અમે સેમિફાઈનલમાં પહોંચીશું જ:સહેવાગ

said,matches,delhi,sehwag,dravid,need,match,wicketદિલ્હી ડેરડેવિલ્સ ટીમના કપ્તાન વિરેન્દ્ર સહેવાગે બેંગાલુર સામે પાંચ વિકેટે મળેલા વિજય બાદ જણાવ્યું હતું કે બેંગાલુર સામેની આજની જીતે અમારો વિશ્વાસ વધાર્યો છે કે અમે આગામી બન્ને મેચ જીતવા અને સેમીફાઈનલમાં જગ્યા બનાવવા માટે સક્ષમ છીએ.

તેણે કહ્યું હતું કે હું ખુબ ખુશ છું. વિકેટ ફ્લેટ હતી અને ખરેખર હું આ વિકેટ પર ખુબ સરસ રમ્યો. તેણે ઉમેર્યું હતું કે મે અને ગંભિરે સારી રમત રમીને મેચને અમારી તરફેણમાં કરી હતી.

મેચ બાદ યોજાયેલી પત્રકાર પરિષદમાં તેણે કહ્યું હતું કે અમે ખુબ સારુ રમ્યા. આજના પ્રદર્શને સેમીફાઈનલમાં પહોંચવાની અમારી આશાને જીવંત કરી દીધી છે. અમે આગામી બન્ને મેચો જીતીશું.