
Spotlight
Indian Premier League Indian Premier League
આઈપીએલ ટૂર્નામેન્ટમાં બોટમમાં રહેલ ટીમ ડેક્કન ચાર્જરના કેપ્ટન ગિલક્રીસ્ટને આશા છે કે તેમની ટીમ હજુ પણ સેમી ફાઈનલમાં પહોંચશે. સેમી ફાઈનલમાં પહોંચવા માટે તે પોતાની તમામ તાકાતને કામે લગીડી દેશે.
દિલ્હી ડેર ડેવિલ્સ સામે રમાનાર મેચ અંગે ગિલક્રીસ્ટે જણાવ્યુ હતુ કે તેમની ટીમ પાસે હજુ પણ સેમી ફાઈનલમાં પહોંચવાની તક છે. તેમનું ધ્યાન ટૂર્નામેન્ટની બાકીની મેચોમાં જીત મેળવવા ઉપર છે. હવે અમારી પાસે પાછળ જોવાનો નહી પરંતુ આગળ જોવાનો સમય છે. હવે અમારી કઈ ગુમાવવાનુ નથી પરંતુ બાકીની મેચને જીતવાની છે. જો અમે બાકીની પાંચ મેચ જીતી જશુ તો ઘણા ઉલટફેર સાથે અમે સમી ફાઈનલમાં પહોંચી શકીએ તેમ છીએ.
ગિલક્રીસ્ટે જણાવ્યુ હતુ કે લક્ષ્મણની ગેર હાજરી અનુભવાશે. કલાઈની ઈજાના કારણે લક્ષ્મણને આરામ આપવામાં આવ્યો છે.