
Spotlight
Indian Premier League Indian Premier League
આઈપીએલ ટૂર્નામેન્ટમાં ટોચનું સ્થાન મેળવવા માટે ચેન્નઈ સુપર કિંગ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ પોતાની તમામ શક્તિને કામે લગાડશે.
દિલ્હી ડેર ડેવિલ્સની ટીમ સામે મળેલા પરાજયના આઘાતમાંથી બહાર આવેલ મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ યુવરાજની કિંગ્સ ઈલેવન પંજાબ ટીમ સામે આજે મેચ રમશે. બન્ને ટીમોને મજબુત માનવામાં આવી રહી છે.
ચેન્નઈ સુપર કિંગ્સે આઠમાંથી પાંચ મેચમા જીત મેળવી છે જ્યારે કિંગ્સ ઈલેવન પંજાબની ટીમે પણ સાતમાંથી પાંચ મેચમાં વિજય મેળવ્યો છે. કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ બીજા સ્થાન તેમજ ચેન્નઈની ટીમ ત્રીજા સ્થાને છે. કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ આજની મેચ જીતી જશે તો તે પ્રથમ સ્થાન મેળવી લેશે અને જો પરાજીત થશે તો ત્રીજા સ્થાને સરકી જશે.
19 એપ્રિલના રોજ બન્ને ટીમ વચ્ચે રમાયેલ મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે પંજાબને 33 રને પરાજય આપ્યો હતો. ચેન્નઈની ટીમને હેડનની ગેરહાજરી અનુભવાઈ રહી છે ત્યારે બીજી બાજુ પ્રારંભિક મેચમાં હાર મેળનાર પંજાબની ટીમે પોતાની સ્થિતિ ખાસી મજબુત કરી લીધી છે.