HomeSpotlightIndian Premier League Indian Premier League

આપીએલ:રાજસ્થાન રોયલ્સ એક ક્રમાંક નીચે પછડાયું

મુંબઈ ખાતે રમાયેલી આઈપીએલ ટી-20ની મુબંઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની ટીમમાં મુંબઈની ટીમે રાજસ્થાનના વિજય રથને અટકાવતા આઈપીએલના પોઈન્ટ ટેબલની ચોટી પરથી તે એક ક્રમાંક નીચે પછડાયું છે.

પ્રથમ હાર બાદ સળંગ પાંચ વિજય સાથે 10 પોઈન્ટ મેળવીને આઈપીએલના પોઈન્ટ ટેબલ પર પ્રથમ ક્રમાંકે હતું. જ્યારે તેની પાછળ પંજાબની કિંગ્સ ઈલેવન પણ બે હાર બાદ પાંચ મેચમાં સળંગ વિજય મેળવીને 10 પોઇન્ટ સાથે બીજા ક્રમાંકે હતી.

મુંબઈ ખાતે બુધવારે રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સને સાત વિકેટ હરાવી રોયલ્સનો વિજય રથ અટકાવ્યો હતો સાથે જે તેને પ્રથમ ક્રમાંકથી બીજા ક્રમાંકે ધકેલી દીધું હતુ.

આઈપીએલનાં પોઈન્ટ ટેબલમાં હાલ પંજાબ 10 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમાંકે તથા રાજસ્થાન 10 પોઈન્ટ સાથે બીજા ક્રમાંકે છે. જ્યારે દિલ્હી ડેરડેવિલ્સ 8 પોઈન્ટ સાથે ત્રીજા તથા ચૈન્નાઈ સુપર કિંગ્સ 8 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.

શરુઆતની મેચોમાં પાંગળો દખાવ કર્યા બાદ એકાએક ફોર્મમાં આવેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 6 પોઈન્ટ સાથે પાંચમા ક્રમાંકે છે. જ્યારે શાહરુખની નાઇટ રાઇડર્સ,હૈદ્રાબાદની ડેક્ન ચાર્જર્સ તથા માલ્યાની બેંગાલુર રોયલ ચેલેન્જર્સ ચાર પોઈન્ટ સાથે અનુક્રમે છ, સાત અને આઠમાં ક્રમાંકે છે.