HomeSpotlightIndian Premier League Indian Premier League

આઈપીએલમાં સળંગ ત્રીજા વિજય સાથે મુંબઈ ફોર્મમાં

Sachin-Tendulkarરાજસ્થાનની મજબૂત ટીમને ૧૦૩માં આઉટ કરી સાત વિકેટથી હરાવી

આશિષ નહેરા સહિત તમામ બોલરની વેધક બોલિંગની મદદથી મુંબઇ ઇન્ડિયન્સની ટીમે આઇપીએલની ટ્વેન્ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સળંગ ત્રીજો વિજય હાસંલ કરીને પોતાનું ફોર્મ પરત મેળવી લીધું છે. બુધવારે અહીં રમાયેલી મેચમાં શેન વોર્નની રાજસ્થાનની ટીમ સામે મુંબઇનો સાત વિકેટે વિજય થયો હતો.

અહીંના ડી. વાય. પાટિલ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં રાજસ્થાનની ટીમ ૧૬.૨ ઓવરમાં માત્ર ૧૦૩ રનમાં આઉટ થઇ ગઇ હતી. જેના જવાબમાં મુંબઇએ ૧૫.૧ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને ૧૦૪ રન કરીને મેચ જીતી લીધી હતી.

અત્યાર સુધી આઇપીએલમાં શ્રેષ્ઠ દેખાવ કરી રહેલી શેન વોર્નની આગેવાની હેઠળની રાજસ્થાનની ટીમનો આ ટુર્નામેન્ટમાં બીજો પરાજય હતો. બીજી તરફ મુંબઇની ટીમ ધીરે ધીરે ફોર્મમાં આવી રહી છે અને આ તેનો સળંગ ત્રીજો વિજય હતો. અગાઉ તેણે દિલ્હી અને કોલકાતાની ટીમને હરાવી હતી.

મુંબઇ માટે રોબિન ઉથપ્પાએ એક છેડો સાચવી રાખીને ૨૧ બોલમાં ચાર બાઉન્ડ્રી અને એક સિકસર સાથે અણનમ ૩૪ રન ફટકાર્યા હતા.

અગાઉ મુંબઇના સુકાની શૌન પોલોકે ટોસ જીતીને રાજસ્થાનની ટીમને પ્રથમ બેટિંગ આપવાનો નિણર્ય કર્યોહતો. તેનો નિણર્ય યોગ્ય ઠેરવતાં મુંબઇના બોલરોએ વેધક બોલિંગ કરીને રાજસ્થાનના એકેય બેટ્સમેનને ટકવા દીધો ન હતો. આસનોડકર અને શેન વોટ્સનને બાદ કરતાં તમામ ખેલાડી સસ્તામાં આઉટ થઇ ગયા હતા અને એકેય ખેલાડી ડબલ ફિગર સુધી પહોંચી શકયો ન હતો.

મુંબઈની આગામી મેચમાં રમવા સચિન આશાવાદી

આઇપીએલની સળંગ સાત મેચ ગુમાવ્યા બાદ માસ્ટરબ્લાસ્ટર બેટ્સમેન સચિન તેંડુલકરે બુધવારે એવી આશા વ્યકત કરી હતી કે મુંબઇ ઇન્ડિયન્સની આગામી મેચ સાથે તે પુનરાગમન કરશે. મુંબઇની ટીમ હવે ૧૪મી મેએ ચેન્નાઇ સુપર કિંગ્સ સામે રમવાની છે.

સચિને જણાવ્યું હતું કે સંપૂર્ણ ફિટ હોઇશ તો ૧૪મી મેની મેચમાં હું રમીશ. અત્યારે હું એમ કહી શકું છું કે આગામી મેચને મેં લક્ષ્યાંક બનાવી છે અને તેમાં રમવા અંગે હું આશાવાદી છું.