HomeSpotlightIndian Premier League Indian Premier League

આઇપીએલની પ્રારંભિક મેચનું આજે પુનરાવર્તન

ipl-logoઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)નો ૧૮મી એપ્રિલે બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે પ્રારંભિક મુકાબલો થયો હતો અને હવે ગુરુવારે તેનું પુનરાવર્તન થશે. આ જ બંને ટીમ ગુરુવારે અહીંના ઇડન ગાર્ડન્સ ખાતે ટકરાશે.

જોકે બંને ટીમના સ્ટાર ખેલાડીઓ તેમની પ્રતિષ્ઠા મુજબનું પ્રદર્શન કરી રહ્યા નથી અને પરિણામે બંને ટીમ આગળ આવવા માટે ઝઝૂમી રહી છે. સેટ મેકસ પરથી રાત્રે ૮.૦૦ કલાકે આ મેચનું જીવંત પ્રસારણ કરાશે.

આઇપીએલની ટ્વેન્ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌરવ ગાંગુલીની આગેવાની હેઠળની કોલકાતાની ટીમ સળંગ ચાર મેચ હારી ચૂકી છે અને નાઇટ રાઇડર્સ અત્યારે પાંચમા ક્રમે છે. જયારે બેંગલોરની રોયલ ચેલેન્જર્સ તો છેક છેલ્લા ક્રમે છે. જોકે હકીકત એ છે કે બંને ટીમ ચાર-ચાર પોઇન્ટ ધરાવે છે.

સૌરવ ગાંગુલીએ મેચની પૂર્વસંઘ્યાએ જણાવ્યું હતું કે મુખ્ય ચિંતા બેટિંગની છે. અમારે એકબીજાને ટેકો આપવાનો રહેશે અને હવે તમામે સારો દેખાવ કરવાનો સમય પાકી ગયો છે.

ખુદ ગાંગુલી પણ તેના શ્રેષ્ઠ ફોર્મમાં નથી. તેણે આ ટુર્નામેન્ટમાં એક અડધી સદી નોંધાવી હતી પરંતુ એ સિવાય તે નિષ્ફળ રહ્યો છે. ગાંગુલીની ટીમને બ્રેન્ડન મેક્કુલમ અને રિકી પોન્ટિંગની ખોટ સાલી રહી છે.