
Spotlight
Indian Premier League Indian Premier League
મને લાગે છે કે કદાચ કોલકાતામાં રમવાથી અમારું નસીબ બદલાશે. આઇપીએલની ટ્વેન્ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અપેક્ષાથી વિરુદ્ધ શરૂઆતમાં શાનદાર પ્રદર્શન કરનારી ટીમનો દેખાવ કાયમ માટે સારો રહ્યો નથી. એમ લાગે છે કે અત્યાર સુધી ખરાબ દેખાવ કરનારી ટીમ હવે સારું રમી રહી છે.
અમારી મુખ્ય સમસ્યા બેટિંગની છે. અમારા બેટ્સમેનોએ નિિશ્ચતપણે સારી બેટિંગ કરવી પડશે. મારી ખુદની બેટિંગ પણ સારી રહી નથી.
અત્યાર સુધી અમે જે પિચ ઉપર રમ્યા છીએ તે અમને અનુકૂળ આવી નથી. એક અન્ય સમસ્યા એ છે કે અમારી ઓપનિંગ જોડી નક્કી થઇ શકી નથી. આ જોડી જામતી નથી. હવે ગુરુવારે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે અમારો મુકાબલો છે. હાલમાં તેમની સ્થિતિ અગાઉ કરતાં બહેતર છે.
હાલ પૂરતું તો હું મારી બેટિંગ સુધારવા માગું છું. કોલકાતા સામે જીતવા માટે અમારે ઘણી મહેનત કરવી પડશે અને પૂરા આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઊતરીશું. આ મેચ સાથે અમારું ભાવિ પલટાય તો ટુર્નામેન્ટમાં આગળ જતા ટીમને વધારે ફાયદો થશે.