HomeSpotlightIndian Premier League Indian Premier League

આઇપીએલના ક્રિકેટરોની કમાણી ત્રણ ગણી થઈ જશે

ipl-logoઆગામી સિઝનમાં ફ્રેન્ચાઇઝીધારકો માટેની મર્યાદા ૫૦ લાખમાંથી દોઢ કરોડ થઇ શકે છે

ઇન્ડિયન પ્રીમિયર લીગ(આઇપીએલ)ની આગામી સિઝન ક્રિકેટરો માટે વધુ ધનવર્ષા કરાવશે તેવી શકયતા છે. ખેલાડીઓને ચુકવણી માટે હાલની મર્યાદા ૫૦ લાખ ડોલર છે જે ત્રણ ગણી વધીને આગામી સિઝનથી ૧.૫ કરોડ ડોલર (૬૧ કરોડ રૂપિયા) થાય તેવી સંભાવના છે.

વિવિધ ટીમના ફ્રેન્ચાઇઝીધારકો ખેલાડીઓને કોર્નર કરી લે નહીં તે માટે આઇપીએલ દ્વારા ૨૦ કરોડ રૂપિયાની મર્યાદા બાંધવામાં આવી હતી પણ આ વર્ષની જંગી સફળતાને ઘ્યાનમાં રાખીને આવતા વર્ષથી ખેલાડીઓ વધુ જંગી રકમની કમાણી કરી શકે તે માટે આ મર્યાદા ૬૧ કરોડ સુધી પહોંચી શકે તેમ છે.

આઇપીએલના ચેરમેન લલિત મોદીએ જણાવ્યું હતું કે અમે આમ કરી શકીશું નહીં તો પણ હું તમને કહી શકું છું કે આઇપીએલમાં રમતા ખેલાડીઓ વિશ્વની કોઇ પણ રમતના ખેલાડી કરતાં વધારે કમાતા થઇ જશે.

આમ બનેશે. આજે નહીં તો કાલે પણ ચોક્કસ બનશે, કેમ કે ફ્રેન્ચાઇઝીધારકો સેટ થવા માંડયા છે અને તેઓ કોઇ પણ ખેલાડીને મબલખ રકમ આપી શકશે. એમ કહેવાય છે કે આઇપીએલની પ્રથમ સિઝનમાં છ કરોડ રૂપિયાનો કરાર હાંસલ કરનારા મહેન્દ્રસિંહ ધોનીએ ઓસ્ટ્રેલિયાના એક ક્રિકેટરને કહ્યું હતું કે આગામી સિઝનમાં ૬૦ કરોડ રૂપિયાની જંગી રકમના કરાર થઇ શકે છે.

ઓસ્ટ્રેલિયાના ઓપનર મેથ્યુ હેડને આ વાતને સમર્થન આપતાં જણાવ્યું હતું કે આગામી સિઝનમાં આઇપીએલમાં જે રકમ મળશે તેની સરખામણીએ આ વર્ષની રકમ તો સામાન્ય બની જશે.