HomeSpotlightIndian Premier League Indian Premier League

ધોની હવે 61 કરોડમાં વેચાય શકે

msdhoniઈન્ડિયન પ્રીમિયર લીગ આગામી સીઝનથી ખેલાડીઓના વેતન પરની 50 લાખ અમેરિકી ડોલરની મર્યાદા દૂર કરે તેવી પુરેપુરી શક્યતા છે. આ પગલાંથી દુનિયાના ટોચના ખેલાડીઓને અંદાજે 61 કરોડ રૂપિયા પણ મળી શકે છે.

આઈપીએલએ ફ્રેન્ચાઈઝી માટે 20 કરોડ રૂપિયાની મર્યાદા નિર્ધારીત કરી હતી, કે જેથી ધનવાન ટીમ વધુ પડતો ભભકો ન કરે. આઈપીએલની પ્રથમ સીઝનને અદભુત સફળતા પ્રાપ્ત થઈ હોવાથી ખેલાડીઓને આગામી સીઝનથી તેના ફળો મળવાની અપેક્ષા છે.

આઈપીએલના ચેરમેન અને કમિશ્નર લલિત મોદીએ જણાવ્યું હતું કે જો અમે મર્યાદા રાખી ન હોત તો આખી દુનિયામાં સૌથી વધુ વેતન મેળવનાર અમારા ખેલાડીઓ હોત. આજે નહીં તો કાલે આમ બનશે.

એવા અહેવાલો છે કે આઈપીએલની આગામી સીઝનમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ મેથ્યુ હેડન અને બ્રેટ લીના વેતનમાં અનેકગણો વધારો થાય તેવી સંભાવના છે. આ સીઝનમાં સૌથી વધુ મહેન્દ્ર સિંહ ધોની છ કરોડ રૂપિયામાં વેચાયો હતો.