HomeSpotlightIndian Premier League Indian Premier League

પંજાબ માટે આજનો લક્ષ્યાંક બેંગલોર

punjab-super-kingsઆઇપીએલમાં હોટ ફેવરિટ બની ગયેલી યુવરાજની ટીમ આજે બેંગલોર સામે રમશે, રાત્રે ૮.૦૦ કલાકે પ્રસારણ

સળંગ ચાર મેચમાં વિજય હાંસલ કર્યા બાદ હોટ ફેવરિટ બની ગયેલી યુવરાજસિંઘની પંજાબની કિંગ્સ ઇલેવન સોમવારે તેના આગામી મુકાબલામાં રાહુલ દ્રવિડની બેંગલોર રોયલ ચેલેન્જર સામે ટકરાશે. સેટ મેકસ પરથી રાત્રે ૮.૦૦ કલાકે મેચનું જીવંત પ્રસારણ થશે.

ઇન્ડિયન પ્રીમિયર લીગ(આઇપીએલ)ની શરૂઆત થઇ ત્યારે રાહુલ દ્રવિડની ટીમ ફેવરિટ ગણાતી હતી અને યુવરાજની ટીમની ગણતરી તળિયાની ટીમોમાં થતી હતી પરંતુ અત્યારે બાજી પલટાઇ ગઇ છે. પંજાબની ટીમ મોખરે છે અને બેંગલોરે એક એક મેચ જીતવા માટે ફાંફા મારવા પડે છે. જોકે શનિવારે બેંગલોર અને પંજાબ બંને ટીમનો વિજય થયો હતો.

બેંગલોરે રોમાંચક વિજય હાંસલ કર્યોહતો. હૈદરાબાદની ડેક્કન ટીમ સામે તે પરાજિત થાય તેવા સંજોગો હતા પરંતુ છેલ્લી ક્ષણોમાં દ્રવિડે લેગસ્પિનર કુંબલેને બોલિંગ આપી હતી અને કંબલેએ તેના અનુભવના આધારે ટીમને વિજય અપાવ્યો હતો.

આઇપીએલમાં અત્યારે માત્ર પંજાબની ટીમ જ એવી છે જેને ઓસ્ટ્રેલિયન ખેલાડીઓની વિદાયની કોઇ અસર પડી નથી. સાયમન કેટિચ અને બ્રેટ લી વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસની તૈયારી માટે વતન પરત ફરી ગયા છે. બેંગલોર માટે રોઝ ટેલરે સારો દેખાવ કર્યોહતો પરંતુ ન્યૂઝીલેન્ડના ઓપનરને ઇંગ્લેન્ડ સામે રમવાનું હોઇ તે પણ ચાલ્યો ગયો છે.

બેંગલોરની ટીમ ટેલરના સ્થાને આવેલા મિસબાહ પાસેથી ઘણી અપેક્ષા રાખી રહી હતી પરંતુ પાકિસ્તાની ક્રિકેટર હજી સુધી તેની પ્રતિષ્ઠા મુજબ રમત દાખવી શકયો નથી. બંેગલોરે હજી સુધીમાં આ ટુર્નામેન્ટમાં માત્ર બે મેચ જીતી છે અને તે પણ પ્રમાણમાં નબળી ટીમ સામે તે જીતી શકયા છે. બેંગલોરે મુંબઇને તથા શનિવારે હૈદરાબાદને હરાવ્યું હતું.

પંજાબની ટીમ પણ બે મેચ હારી છે પરંતુ તેણે જોરદાર વળતો પ્રહાર કર્યોછે. કોલકાતા સામે શનિવારે છેલ્લી ઘડી સુધી પંજાબની ટીમે સંયમ રાખ્યો હતો. જેને પરિણામે તેનો વિજય થયો હતો.