HomeSpotlightIndian Premier League Indian Premier League

દિલ્હીની વિજયકૂચ પર મુંબઈની લગામ

mumbai-indianઆઇપીએલમાં મુંબઇનો બીજો વિજય, દિલ્હીનો બીજો પરાજય, પોલોકનો ઓલરાઉન્ડ દેખાવ

આશિષ નહેરા, ધવલ કુલકર્ણી અને મેન ઓફ ધ મેચ શૌન પોલોકની વેધક બોલિંગની સહાયથી મુંબઇ ઇન્ડિયન્સની ટીમે રવિવારે ઇન્ડિયન પ્રીમિયર લીગ(આઇપીએલ)ની ટ્વેન્ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દિલ્હીની વિજયકૂચ પર લગામ બાંધીને ૨૯ રનથી વિજય હાંસલ કર્યોહતો.

આઇપીએલમાં અગાઉ માત્ર એક જ મેચ જીતી શકેલી મુંબઇની ટીમ રવિવારે ફરીથી સચિન તેંડુલકરની ગેરહાજરીમાં રમી હતી અને તેણે શાનદાર વિજય હાંસલ કર્યોહતો. દિલ્હીએ ટોસ જીતીને મુંબઇને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.

મુંબઇએ ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૬૨ રન નોંધાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હીની ટીમ ૧૮.૫ ઓવરમાં ૧૩૩ રનના સ્કોરે આઉટ થઇ ગઇ હતી. શૌન પોલોકે બે વિકેટ ખેરવવા ઉપરાંત ૧૫ બોલમાં ૩૩ રન ફટકાર્યા હતા.

૧૬૩ રનના લક્ષ્યાંક સામે રમતાં દિલ્હી માટે વીરેન્દ્ર સેહવાગે ૨૦ બોલમાં ત્રણ બાઉન્ડ્રી અને ત્રણ સિકસર સાથે ૪૦ રન ફટકાર્યા હતા. આશિષ નહેરાએ ત્રણ તથા શૌન પોલોક અને ધવલ કુલકર્ણીએ બે-બે વિકેટ લીધી હતી.

અગાઉ મુંબઇની બેટિંગ પણ કંગાળ રહી હતી. ઓપનર સનત જયસૂર્યાએ સૌથી વધુ ૩૪ રન ફટકાર્યા હતા. યો મહેશે ત્રણ વિકેટ લીધી હતી.