HomeSpotlightIndian Premier League Indian Premier League

શોએબ અખ્તર એકાદ-બે દિવસમાં આઇપીએલમાં જોડાશે : મોદી

shoaib-akhtarશોએબના આગમનથી શાહરૂખ ખાન પણ ખુશ

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની એપેલેટ ટિ્રબ્યુનલે શોએબ અખ્તર પરનો પ્રતિબંધ એક મહિના માટે ઉઠાવી લેતાં આઇપીએલના ચેરમેન લલિત મોદીએ રવિવારે શોએબ અખ્તરને ટ્વેન્ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આવકાર્યો હતો.

આઇપીએલના ચેરમેન લલિત મોદીએ જણાવ્યું હતું કે અમારી શરત એટલી જ હતી કે શોએબ અખ્તર પરનો પ્રતિબંધ રહેવો જોઇએ નહીં. હવે કામચલાઉ રીતે આ પ્રતિબંધ હટી ગયો છે ત્યારે તે આઇપીએલમાં રમી શકે છે. મારે તેની સાથે ચર્ચા થઇ ગઇ છે અને એકાદ-બે દિવસમાં શોએબ ભારત આવી જશે. તેમણે ઉમેર્યું કે પીસીબીના ચેરમેન નસિમ અશરફ સાથે તેઓ સંપર્કમાં છે અને અશરફે પ્રતિબંધ ઉઠાવી લેવાયો હોવાની વાતને સમર્થન આપ્યું હતું.

શોએબ અખ્તર વારંવાર પીસીબી અને આઇસીસીની આચરસંહિતાનું ઉલ્લંઘન કરતો આવતો હતો અને તેને કારણે પાંચ વર્ષનો પ્રતિબંધ લદાયો હતો. આ પ્રતિબંધથી તેનું માત્ર આઇપીએલમાં ભાગ લેવાનું જ નહીં પણ તેની કારકિદીર્ પણ જોખમમાં મુકાઇ ગઇ હતી.

મોદીએ જણાવ્યું કે આઇપીએલમાં રમવાની તકથી શોએબ અખ્તર ઘણો ખુશ છે અને તે મને નિયમિતપણે ફોન કરતો રહેતો હતો. હવે તે કોલકાતાની ટીમમાં રમવા માટે આતુર છે. આ ઉપરાંત શાહરૂખ ખાન પણ ખુશ છે અને શોએબ જલદીથી ટીમ સાથે જોડાય તે માટે આતુર છે.