HomeSpotlightIndian Premier League Indian Premier League

ઈરફાન પઠાણ ત્રાટકયો, પંજાબનો વિજય

irfan-pathanઇરફાનની વેધક બોલિંગ સામે કોલકાતાનો ધબડકો, પંજાબ સામે ૯ રને હાર્યું, ડેવિડ હસ્સીના ૭૧

શૌન માર્શની અડધી સદી અને એ પછી વડોદરાનો ઇરફાન પઠાણ બોલિંગમાં ત્રાટકતાં પંજાબની ટીમે આઇપીએલની ટ્વેન્ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમને ૯ રનથી હરાવી હતી.

આ ટુર્નામેન્ટમાં કોલકાતાની ટીમનો આ ચોથો પરાજય હતો. બીજી તરફ પંજાબની ટીમે આ મેચ જીતીને આઠ પોઇન્ટ સાથે મોખરાની ટીમોમાં સ્થાન મેળવ્યું છે.

પંજાબે પ્રથમ બેટિંગ કરતાં ૨૦ ઓવરમાં છ વિકેટે ૧૭૮ રન નોંધાવ્યા હતા. જેના જવાબમાં કોલકાતાની ટીમે ૨૦ ઓવરમાં છ વિકેટે ૧૬૯ રન નોંધાવ્યા હતા. ઇરફાન પઠાણે પ્રાંરભે જ ત્રાટકીને એક જ ઓવરમાં બે વિકેટ લઇ લીધી હતી. તેણે છેલ્લી ઓવરમાં હરીફ બેટ્સમેનને બાંધી રાખ્યા હતા.

ડેવિડ હસ્સીએ ૭૧ રન ફટકાર્યા હતા. અગાઉ પંજાબની ટીમના સુકાની યુવરાજસિંધે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિણર્ય લીધો હતો. ઓપનર શૌન માર્શે ૪૦ રન ફટકાર્યા હતા.