HomeSpotlightIndian Premier League Indian Premier League

આજે સચિનનો ફિટનેસ ટેસ્ટ, દિલ્હી અને મુંબઇ જંગ

sachin-tendulkarપ્રેકિટસમાં બેટિંગ કરનારો સચિન મેદાનમાં ઊતરે તે માટે મુંબઇની ટીમ આતુર, સાંજે ૪.૦૦ કલાકે સેટમેકસ પરથી પ્રસારણ

ચેન્નાઇ સુપર કિંગ્સને હરાવીને ઇન્ડિયન પ્રીમિયર લીગ(આઇપીએલ)માં સુપર પાવર બની ગયેલી દિલ્હી ડેર ડેવિલ્સની ટીમ જોરદાર ફોર્મમાં છે ત્યારે ફોર્મ માટે ઝઝૂમતી મુંબઇ ઇન્ડિયન્સની ટીમ રવિવારે સચિન તેંડુલકર ફિટ થઇ જાય તે આશા સાથે દિલ્હી સામે ટકરાશે.

અહીંના ડી. વાય. પાટિલ સ્ટેડિયમ ખાતે રમાનારી આઇપીએલની ટ્વેન્ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટની આ મેચનું સાંજે ૪.૦૦ કલાકથી સેટ મેકસ પરથી જીવંત પ્રસારણ કરાશે.

આ મેચમાં તમામની નજર બંને ટીમના સ્ટાર ખેલાડીઓ પર નહીં પણ સચિન તેંડુલકરની ફિટનેસ પર છે. રવિવારે સચિનનો ફિટનેસ ટેસ્ટ થશે અને માસ્ટર બ્લાસ્ટર તેમાંથી પસાર થશે તો આ ટુર્નામેન્ટમાં તે પહેલીવાર રમશે. સચિને શુક્રવારે નેટ પ્રેકિટસમાં બેટિંગ કરી હતી અને આ મેચમાં તેના રમવાની શકયતા વધી ગઇ છે.

જોકે ખાસ ઉત્સાહજનક કહેવાય નહીં તેવા સમાચાર એ છે કે સચિન તેંડુલકર હજી પણ ૧૦૦ ટકા ફિટ નથી. મુંબઇની ટીમ અત્યાર સુધીમાં તેના આઇકોન ખેલાડી વિના પાંચ મેચ રમી છે અને તેમાંથી માત્ર એક જ મેચમાં તેનો વિજય થયો છે.

બીજી તરફ દિલ્હીની ટીમ પણ તેના આઇકોન ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ પર આધારિત છે પણ સેહવાગ તમામ મેચ રમ્યો છે અને તેણે પોતાની શૈલી મુજબની ઝંઝાવાતી બેટિંગ કરીને ટીમને સારી એવી સફળતા અપાવી છે.

અત્યારે દિલ્હીની ટીમ પોઇન્ટ ટેબલમાં મોખરે પહોંચી ગઇ છે. ચેન્નાઇને હરાવવાની સાથે દિલ્હીના આઠ પોઇન્ટ છે અને ચેન્નાઇ પણ આઠ પોઇન્ટ ધરાવે છે.

સચિન તેંડુલકર શુક્રવારે મુંબઇની ટીમ સાથે જ મળીને એક મેચ રમ્યો હતો. તેમાં તેણે ૨૦ ઓવર સુધી ફિિલ્ડંગ કરી હતી અને બેટિંગ પણ કરી હતી. એક મહિના બાદ તે પહેલીવાર મેદાનમાં ઉતર્યોહતો. હવે રવિવારે મેચના સમયે જ તે ફિટ છે કે નહીં તે અંગે નિણર્ય લેવાશે.

ભારત અને દક્ષિણ આફ્રિકા વરચે રમાયેલી ચેન્નાઇ ખાતેની પ્રથમ ટેસ્ટ બાદ તે એકેય મેચ રમી શકયો નથી. મુંબઇની ટીમ પણ ઇરછે છે કે સચિન આ મેચમાં રમે અને પુનરાગમન કરે.

સચિનની ગેરહાજરીમાં મુંબઇની ટીમ મોટો સ્કોર રજૂ કરવામાં નિષ્ફળ રહી છે અને એકમાત્ર સનત જયસૂર્યા સિવાય તેની પાસે કોઇ મોટા કે અનુભવી ખેલાડી પણ રહ્યા નથી. સચિન બાદ હરભજનને સુકાનીપદ સોંપવામાં આવ્યું હતું પરંતુ શ્રીસંત સાથેની ઘટના બાદ તેને સસ્પેન્ડ કરાતાં અત્યારે દક્ષિણ આફ્રિકાના શોન પોલોકની આગેવાની હેઠળ મુંબઇની ટીમ રમી રહી છે.

મુંબઇ અને બેંગલોરની ટીમ સાવ તળિયે છે. નેટ રનરેટમાં નજીવા અંતરને કારણે મુંબઇની ટીમ બેંગલોર કરતાં એક ક્રમાંક આગળ છે. ડેક્કન ચાર્જર્સની ટીમ પણ આ બંને સાથે બે-બે પોઇન્ટ ધરાવે છે.