HomeSpotlightIndian Premier League Indian Premier League

જયપુરમાં આજે બે બળિયા વરચે મુકાબલો

rajasthan-royalsરાજસ્થાન અને ચેન્નાઇની ટીમ સરખા પોઇન્ટ ધરાવે છે, રાત્રે ૮.૦૦ કલાકે પ્રસારણ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં રવિવારે શેન વોર્નની રાજસ્થાન રોયલ્સની ટીમનો મુકાબલો મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નાઇ સુપર કિંગ્સ સામે થશે ત્યારે બેમાંથી એક ટીમને બીજા ક્રમે આવી જવું પડશે.

અહીંના સવાઇ માનસિંહ સ્ટેડિયમ ખાતેની મેચમાં રમતાં અગાઉ શુક્રવારે ધોનીની ટીમ આ ટુર્નામેન્ટમાં પ્રથમ પરાજયનો સામનો કરી ચૂકી છે અને હવે તે સળંગ બીજી વખત હારવાનું પસંદ કરશે નહીં તો ૧૯મી એપ્રિલે દિલ્હી સામે પરાજિત થયા બાદ રાજસ્થાનની ટીમ એકેય મેચ હારી નથી. આમ રવિવારે રાત્રે ૮.૦૦ કલાકે રમાનારી આ મેચ રોમાંચક બની રહેશે. જેનું પ્રસારણ સેટ મેકસ પરથી કરાશે.

ચેન્નાઇ અને રાજસ્થાન બંને ટીમ પાંચ-પાંચ મેચમાંથી ચાર-ચાર મેચ જીતી ચૂકી છે પણ ફરક એટલો છે કે રાજસ્થાનની ટીમ પ્રથમ મેચ ગુમાવ્યા બાદ સળંગ ચાર મેચ જીતી છે તો ધોનીની ટીમ સળંગ ચાર મેચ ગુમાવ્યા બાદ પાંચમી મેચ હારી હતી. શુક્રવારે સેહવાગની ઝંઝાવાતી બેટિંગને કારણે દિલ્હી સામે ચેન્નાઇનો આઠ વિકેટે પરાજય થયો હતો.

ચેન્નાઇને હવે તેના કેટલાક સ્ટાર ખેલાડીઓની ખોટ પડશે. જેમાં મેથ્યુ હેડનનો સમાવેશ થાય છે. હેડન ઓસ્ટ્રેલિયા માટે રમવા પરત ચાલ્યો ગયો છે. તેના સ્થાને શુક્રવારે ન્યૂઝીલેન્ડના સ્ટિફન ફ્લેમિંગે પાર્થિવ પટેલ સાથે ઓપનિંગ કર્યું હતું પરંતુ તે જોઇએ એવો સફળ રહ્યો ન હતો.

યોગાનુયોગે ચેન્નાઇ અને રાજસ્થાન બંને ટીમનો દિલ્હી સામે પરાજય થયો છે. રાજસ્થાનને છેલ્લે કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમે હરાવી હતી. આ ટુર્નામેન્ટ શરૂ થઇ એ અગાઉ કોલકાતા અને બેંગલોરને ફેવરિટ માનવામાં આવતા હતા પરંતુ અત્યારે દિલ્હી, રાજસ્થાન અને ચેન્નાઇની ટીમ ફેવરિટ બની ગઇ છે.