HomeSpotlightIndian Premier League Indian Premier League

સેહવાગનો ઝંઝાવાત, દિલ્હી ડેરડેવિલ્સનો આઠ વિકેટે વિજય

સેહવાગનો ઝંઝાવાત, ચેન્નાઇનો પ્રથમ પરાજય

વીરેન્દ્ર સેહવાગ અને ગૌતમ ગંભીરની ઝંઝાવાતી બેટિંગની મદદથી દિલ્હી ડેર ડેવિલ્સની ટીમે શુક્રવારે શાનદાર રમત દાખવીને ચેન્નાઇ સુપર કિંગ્સ સામે આઠ વિકેટથી વિજય હાંસલ કર્યોહતો. આ સાથે આઇપીએલની ટ્વેન્ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ધોનીની ચેન્નાઇની ટીમ પહેલીવાર પરાજિત થઇ હતી.

અહીંના ચેપોક ખાતે રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતાં ચેન્નાઇની ટીમે ૨૦ ઓવરમાં છ વિકેટે ૧૬૯ રન નોંધાવ્યા હતા. જેના જવાબમાં દિલ્હીની ટીમે ૧૯ ઓવરમાં બે વિકેટના ભોગે ૧૭૨ રન નોંધાવીને મેચ જીતી લીધી હતી.

વીરેન્દ્ર સેહવાગે આ ટુર્નામેન્ટમાં તેની બીજી અડધી સદી નોંધાવતા ૪૧ બોલમાં સાત બાઉન્ડ્રી અને ચાર સિકસર સાથે ૭૧ રન ફટકાર્યા હતા. ગૌતમ ગંભીરે ૫૦ રન ફટકાર્યા હતા. સેહવાગે માત્ર ૨૪ બોલમાં તેની અડધી સદી પૂરી કરી હતી.

અગાઉ એસ. વિધુતની અડધી સદીની મદદથી ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમે ૧૬૯ રનનો સ્કોર રજૂ કર્યોહતો. વિધુતે ૩૭ બોલમાં ૫૪ તથા સુકાની ધોનીએ ૩૨ રન ફટકાર્યા હતા. મોર્કેલે ૨૮ રનનું યોગદાન આપ્યું હતું.