HomeSpotlightIndian Premier League Indian Premier League

બેંગલોર સામે દિલ્હીનો વિજય

ગંભીર-ધવનની અડધી સદી તથા મેકગ્રાની ચાર વિકેટની delhi_સહાયથી અહીં રમાયેલી આઈપીએલની ટ્વેન્ટી૨૦ મેચમાં બેંગલોર રોયલ ચેલેન્જર્સની ટીમ સામે દિલ્હી ડેરડેવિલ્સનો ૧૦ રને વિજય થયો હતો.

દિલ્હી ડેરડેવિલ્સની ટીમે ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૯૧ રન નોંધાવ્યા હતા. જવાબમાં બેંગલોરની ટીમ પાંચ વિકેટના ભોગે ૧૮૧ રન નોંધાવી શકી હતી. બેંગલોર તરફથી જેકસ કાલિસે અડધી સદી ફટકારી હતી. દિલ્હી ડેરડેવિલ્સના ગ્લેન મેકગ્રાએ ૨૯ રનમાં ચાર વિકેટ ઝડપી હતી.

અગાઉ ઓપનર સેહવાગ (૨૪) અને ગંભીરે પાંચમી ઓવર સુધીમાં ૫૩ રન નોંધાવીને પોતાની ટીમને સંગીન શરૂઆત કરી આપી હતી. તેના આઉટ થયા બાદ ગંભીર અને ધવને બીજી વિકેટે ઝડપી ૯૮ રનની ભાગીદારી નોંધાવીને પોતાની ટીમને તોતિંગ જુમલા તરફ દોરી હતી. ગંભીરે ૫૪ બોલમાં ૧૧ બાઉન્ડ્રી અને એક સિકસર વડે ૮૬ તથા ધવને ૩૩ બોલમાં ચાર બાઉન્ડ્રી અને ત્રણ સિકસર વડે ૫૦ રનનું યોગદાન આપ્યું હતું.