HomeSpotlightIndian Premier League Indian Premier League

રાજસ્થાન વિજયકૂચ જાળવવા કટિબદ્ધ

વિજયની હેટિ્રક મેળવ્યા બાદ શેન વોર્નની રાજસ્થાન રોયલ ટીમ ઇન્ડિયન ક્રિકેટ લીગમાં ગુરુવારે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે રમાનારા મુકાબલામાં પોતાની વિજયકૂચને જાળવી રાખવા માટે કટિબદ્ધ છે. નાઇટ રાઇડર્સ સતત બે પરાજયના કારણે હતાશામાં છે પરંતુ તે વળતો પ્રહાર કરીને ફરીથી વિજય મેળવવાનો સિલસિલો જાળવી રાખે તેવી સંભાવના છે.

rajasthan_royalઆ મેચનું સેટ મેકસ પર સાંજના ૪:૦૦ કલાકથી જીવંત પ્રસારણ કરવામાં આવશે. વોર્ને પોતાના અનુભવના આધારે છુપા રૂસ્તમ તરીકે ગણાતી પોતાની ટીમને હોટ ફેવરિટ ટીમની યાદીમાં લાવીને મૂકી દીધી છે. પ્રવાસી કોલકાતાની ટીમે સ્થાનિક પરિસ્થિતિથી અનુકૂળ થવાનો ઓછો સમય મળ્યો હોવાના કારણે આવતીકાલે દિવસ દરમિયાન રમાનારી મેચમાં તેના માટે સમસ્યા ઊભી થઇ શકે છે.

કોલકાતા ટીમને તેના બે સ્ટાર ખેલાડીઓ ન્યૂઝીલેન્ડના મેક્કુલમ અને ઓસ્ટ્રેલિયાના સુકાની રિકી પોન્ટિંગના જવાથી મોટો ફટકો પડયો છે. બંને પોતાના દેશ તરફથી શ્રેણી રમવા માટે વતન પરત ફર્યા છે. કોલકાતાના સુકાની સૌરવ ગાંગુલીનું ફોર્મ પણ ચિંતાજનક છે અને તે આ ટુર્નામેન્ટમાં પોતાનો પ્રભાવ છોડવામાં નિષ્ફળ રહ્યો છે. વેસ્ટ ઇન્ડિઝનો ક્રિસ ગેઇલ પણ આંગળીમાં થયેલા ફ્રેકચરના કારણે રમી શકે તેમ નથી.

ઘરઆંગણાના સવાઇ માનસિંહ સ્ટેડિયમ ખાતે રમનાર રાજસ્થાનની ટીમ એક જૂથ તરીકે રમી રહી છે અને દરેક ખેલાડી ટીમના ગેમપ્લાનને વળગી રહીને રમી રહ્યો છે. વોર્ને જણાવ્યું હતું કે અમે હરીફ ટીમની બોલિંગની ક્ષમતાને ઘ્યાનમાં રાખીને પ્રથમ બેટિંગ કે બોલિંગ કરવાનો નિણર્ય લઇશું. વોર્ન તેના ખેલાડીના શ્રેષ્ઠ પ્રદર્શનને બહાર લાવવામાં સફળ રહ્યો છે.

ગ્રીમ સ્મિથ અને શેન વોટસન ફોર્મમાં છે. મોહમ્મદ કૈફ, યુસુફ પઠાણ અને રવિન્દ્ર જાડેજાએ પણ ઉપયોગી યોગદાન આપ્યા છે. બોલિંગમાં પણ સારું બેલેન્સ છે.