
Spotlight
Indian Premier League Indian Premier League ડ્વેન બ્રેવો અને રોબિન ઉથપ્પાએ ચોથી વિકેટે નોંધાવેલી સદીની અણનમ ભાગીદારીની મદદથી મુંબઇ ઇન્ડિયન્સની ટીમે આઇપીએલની લીગ મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમને સાત વિકેટે હરાવીને આ ટુર્નામેન્ટમાં પ્રથમ વખત વિજયનો સ્વાદ ચાખ્યો છે.
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર કોલકાતાની ટીમે આપેલા ૧૩૮ રનના લક્ષ્યાંક સામે મુંબઇની ટીમે ૧૮.૪ ઓવરમાં ત્રણ વિકેટે ૧૩૮ રન બનાવીને વિજય પ્રાપ્ત કરી લીધો હતો. બ્રેવોએ ૫૩ બોલમાં ૬૪ અને ઉથપ્પાએ ૩૭ બોલમાં ૩૭ રન બનાવ્યા હતા.
અગાઉ મોહમ્મદ હફીઝે ૨૨ બોલમાં નોંધાવેલા ૪૦ રન તથા દાસે નોંધાવેલા ૨૯ રન વડે કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમે આઠ વિકેટે ૧૩૭ રનનો સ્કોર નોંધાવ્યો હતો.
પોલોકે પ્રારંભિક ઓવર્સમાં મેક્કુલમ (૧) અને ગાંગુલી (૪)ની વિકેટ ઝડપીને યજમાન કોલકાતાની ટીમને મોટો આઘાત પહોંચાડયો હતો. જયસૂર્યાએ પણ ૧૪ ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી હતી. હફીઝે ૨૨ બોલમાં ચાર બાઉન્ડ્રી અને બે સિકસર વડે ૪૦ રન નોંધાવ્યા હતા.