
Spotlight
Indian Premier League Indian Premier League આઈપીએલમાં ચેન્નાઈની ટીમે પોતાની વિજયકૂચ જારી રાખતા સોમવારે બેંગલોરની ટીમને ૧૩ રનથી હરાવી હતી. ચેન્નાઈનો આ સળંગ ચોથો વિજય હતો.
ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમના સુકાની મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિણર્ય લીધા બાદ ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૭૮ રન નોંધાવ્યા હતા. જેના જવાબમાં બેંગલોરની ટીમ ૧૬૫ રનમાં આઉટ થઈ ગઈ હતી.
માઇક હસ્સી અને ધોનીએ ઝડપી બેટિંગ કરી હતી. ધોની શરૂઆતમાં ધીમો હતો પરંતુ અંતિમ ઓવર આવી તેમ તે વધારે આક્રમક બની ગયો હતો. ટેસ્ટ શ્રેણીમાં ભારતને ભારે પડેલા દક્ષિણ આફ્રિકન ઝડપી બોલર ડેલ સ્ટેઇનની એક ઓવરમાં તેણે ૨૪ રન ફટકાર્યા હતા.
સ્ટેઇને ફેંકેલી ૧૯ી ઓવરનો પ્રથમ બોલ વાઇડ હતો અને એ પછી ધોનીએ ચાર બાઉન્ડ્રી અને એક સિકસર ફટકારી દીધી હતી. છેલ્લા બોલે એક રન લીધા બાદ ઝહિર ખાને ફેંકેલી છેલ્લી ઓવરમાં પણ ધોનીએ બે બાઉન્ડ્રી અને એક સિકસર ફટકારી હતી. ધોનીએ ૨૪ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી.