
Spotlight
Indian Premier League Indian Premier League સાયમન કેટિચની આક્રમક અડધી સદી અને યુવરાજસિંઘના ૪૦ રનની સહાયથી કિંગ્સ ઇલેવન પંજાબે રવિવારે અહીં રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ(આઇપીએલ)ની ટ્વેન્ટી૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં દિલ્હી ડેર ડેવિલ્સની ટીમને ચાર વિકેટે હરાવી હતી. આ ટુર્નામેન્ટમાં દિલ્હીનો આ પ્રથમ પરાજય હતો.
અહીંના પીસીએ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતાં દિલ્હીની ટીમ ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૫૮ રન નોંધાવી શકી હતી. જેના જવાબમાં પંજાબે ૧૯.૩ ઓવરમાં છ વિકેટ ગુમાવીને ૧૬૨ રન સાથે મેચ જીતી લીધી હતી.
મેન ઓફ ધ મેચ બનેલા સાયમન કેટિચે બાવન બોલમાં ૧૧ બાઉન્ડ્રી અને એક સિકસર સાથે ૭૫ રન ફટકારીને ટીમનો વિજય નિશ્ચિત કરી દીધો હતો. સુકાની યુવરાજસિંધે કેટિચની વિકેટ પડયા બાદ દિલ્હીના બોલરને હાવી થવા દીધા ન હતા અને ૨૮ બોલમાં અણનમ ૪૦ રકન ફટકાર્યા હતા. તેણે ત્રણ બાઉન્ડ્રી ઉપરાંત બે સિકસર પણ ફટકારી હતી. મનોજ તિવારીએ દિલ્હી માટે સૌથી વધુ રન નોંધાવતા ૩૪ બોલમાં ૩૯ રન ફટકાર્યા હતા.